કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઈના ટેકનોલોજી સપ્તાહ પાંચમાં દિવસના પધ્ધતિ નિદર્શન દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ઉત્પાદકો બનવવાની તાલીમ

Contact News Publisher

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : કૃષિ વિકાસ માટે હંમેશા પ્રયત્નશીલ એવા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઈ (ડાંગ) દ્વારા ટેકનોલોજી સપ્તાહ ના પાંચમાં અને અંતિમ દિવસે પધ્ધતિ નિદર્શન, વ્યાખ્યાન, કિસાન ડે જેવા વિવિધ પ્રવૃત્તિ દ્વારા બદલાતા સમયમાં બદલાતી કૃષિ ટેકનોલોજી અપનાવવા ખેડૂતોને અનુરોધ કર્યો હતો સપ્તાહના પાંચમાં દિવસે ખેડૂતભાઈઓ બહેનોને ચિંચોડ ગામ ખાતે જ ઘરેલું ઉપાયથી લીમડા આધારિત દવા અને દેશી ગાયના છાણ – મૂત્રનો ઉપયોગ કરી પ્રાકૃતિક પધ્ધતિથી ખાતર બનાવવાની તાલીમ આપવામાં આવી હતી.
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઈના વિવિધ તજજ્ઞો દ્વારા પ્રાકૃતિક કૃષિમાં પાક સંરક્ષણના વિવિધ ઘટકો, બીજામૃત બનાવવાની પધ્ધતિ અને તેના રોગ વ્યવસ્થાપનમાં ઉપયોગ, જીવામૃત, ધનજીવામૃત, નીમાસ્ત્ર,બ્રહ્માસ્ત્ર,અગ્નિઅસ્ત્ર, દશપર્ણીઅર્ક અને સુંઠાસ્ત્ર બનાવવાની પધ્ધતિ અને તેનો રોગ જીવાત વ્યવસ્થાપનમાં ઉપયોગ વિષે ઊંડી સમજણ આપવામાં આવી હતી. આ સાથે પ્રાકૃતિક કૃષિમાં સુક્ષ્મ જીવાણુંઓનો, પક્ષીઓનો ફાળો, આચ્છાદન (મલ્ચીંગ) દ્વારા નિંદાણ વ્યવસ્થાપન, બજાર વ્યવસ્થાપન ખેત પેદાશો માટે ઓર્ગોનીક ખેતી સર્ટીફીકેશન પધ્ધતિ વગેરે વિષયો ઉપર ખેડૂતોને માહિતગાર કાર્ય હતા. દરેક ખેડૂતો આ તાલીમના માધ્યમથી પ્રત્યક્ષ શીખીને પ્રાકૃતિક ખેતી અપાવાવવા માટે કુતુહલતા બતાવી હતી. તાલીમના અંતે શાકભાજીની કિચનગાર્ડનની કીટ અને ફળમાખીના નિયંત્રણ માટે ફળમાખી ટ્રેપ પસંદ કરેલ ખેડૂતોને નિદર્શન સ્વરૂપે આપવામાં આવ્યું હતું.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *