તાપી જિલ્લામાં ૫૦ જેટ્લા સ્થળો પર કોરોના ટેસ્ટીંગ ફેસીલીટી કાર્યરત
જિલ્લા માહિતી કચેરી, તાપી તા.22. હાલમાં મળતા સમાચાર મુજબ ચીન સહિતના દેશોમાં કોરોનાના વધતા જતા કેસને લઇ આપણા દેશ પણ એલર્ટ મોડ પર આવી ગયો છે . ત્યારે સરકારની ગાઇડ લાઇન અનુસાર તાપી જિલ્લા આરોગ્ય વિભાગ પણ સતર્ક બન્યુ છે. જેને લઇ ને જિલ્લામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામુહિક આરોગ્ય કેન્દ્રો , સબ ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ ,જનરલ હોસ્પિટલ અને એક ખાનગી લેબોરેટરી મળીને કુલ ૫૦ જેટ્લા સ્થળો પર હાલ કોરોના ટેસ્ટીંગ ફેસીલીટી કાર્યરત છે. જિલ્લામાં હાલ એક કેસ પોઝીટીવ આવતા જિલ્લા આરોગ્ય તંત્ર સતર્ક બન્યુ છે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા તમામ આરોગ્ય કેન્દ્રો પર આવતા શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લેવા સુચના આપવામાં આવેલ છે તેમજ કોરોના સેમ્પલ ટેસ્ટીંગ પણ વધારવાની સુચના આપવામાં આવેલ છે. જિલ્લામાં હાલ જનરલ હોસ્પિટલ વ્યારા ,સબ ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ –ઉચ્છલ અને સોનગઢ મળી કુલ ત્રણ સરકારી અને એક ખાનગી લેબ મળી કુલ ચાર જગ્યાએ કોરોના ટેસ્ટીંગ લેબ ઉપલબ્ધ છે. જેમાં કોરોના પોઝીટીવ સેમ્પલ આવે તો તુરંત કોરોનાના નવા વેરિયન્ટ છે કે કેમ? તે જાણવા જિનોમ સિક્વંસીંગ માટે ગાંધીનગર લેબોરેટરીમા સેમ્પલ મોકલી આપવામાં આવે છે. તેમજ લોકોમાં કોવિડ -૧૯ અંગેની જન જાગૃતિ,ટેસ્ટીંગ , ટ્રેકિંગ સાથે કોવિડ વેકશીનેશનને પણ વેગવંતુ બનાવવામાં આવશે.તેમજ જાહેર જનતાને પણ કોવિડ -૧૯ ની માર્ગદર્શિકાનું પાલન કરવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તાપીની અખબારી યાદી દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે.