મોસાલી પ્રાથમિક શાળામા તાલુકા કક્ષાનુ ગણિત- વિજ્ઞાન- પર્યાવરણ પ્રદર્શન યોજાયું
(પ્રતિનિધિ દ્વારા, સુરત) : જી.સી.ઈ.આર.ટી., ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, સુરત પ્રેરિત જી.આઇ.પી.સી.એલ. રચિત દીપ ટ્રસ્ટ નાની નરોલી અને બ્લોક રિસોર્સ સેન્ટર, માંગરોળના સંયુક્ત ઉપક્રમે તાલુકા કક્ષાનું વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ પ્રદર્શન ઉચ્ચતર પ્રાથમિક શાળા, મોસાલી ખાતે યોજાયું હતુ.
આ પ્રદર્શનમાં તાલુકા પંચાયત માંગરોળના પ્રમુખશ્રી ચંદનબેન ગામીતના હસ્તે રીબીન કાપી પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પૂર્વ કારોબારી અધ્યક્ષ દીપકભાઈ વસાવા, એન. કે. સીગ ચીફ જનરલ મેનેજર SLPP GIPCL, ટ્રસ્ટી દીપ ટ્રસ્ટ નાનીનોરોલી પી.સી.ગોયલ એન.આર.પરમાર સીઇઓ જીઆઇપીસીએલ રચિત દીપ ટ્રસ્ટ નાની નરોલી, પારસભાઈ મોદી મોસાલી ગ્રામ પંચાયત સરપંચ ઉપ સરપંચ બિલાલભાઈ પાંચભાયા, તાલુકા પંચાયતના સભ્ય માધ્યમિક શાળાના નિર્ણાયક વગેરે ઉપસ્થિત રહી બાલ વેજ્ઞાનિકોને પ્રોત્સાહિત કર્યા હતા.
મુખ્ય વિષય ટેકનોલોજી અને રમકડા આધારિત આ પ્રદર્શનમાં કુલ પાંચ વિભાગનું પ્રદર્શન યોજાયું. જેમાં વિભાગ 1 માહિતી અને પ્રત્યાયન ટેકનોલોજીમાં ઉન્નતી અને નાવિન્ય વિષય પર વિવિધ શાળાઓએ ભાગ લીધો જેમાં કુલ 10 કૃતિ રજૂ થઈ વિભાગ 2.ઇકો ફ્રેન્ડલી સામગ્રી અને પર્યાવરણ સંબંધિત ચિંતા વિભાગમાં કુલ ૩૪ કૃતિ રજૂ થઈ વિભાગ 3 સ્વાસ્થ્ય અને સ્વચ્છતા વિભાગમાં કુલ 13 કૃતિ રજૂ થઈ વિભાગ 4. પરિવહન અને નાવિન્ય માં 13 કૃતિ રજૂ કરવામાં આવી વિભાગ 5. માં વર્તમાન નાવિન્ય દ્વારા ઐતિહાસિક વિકાસ અને આપણા માટે ગણિત વિભાગમાં 20 કૃતિ રજૂ થઈ. આમ કુલ 1 થી 5 વિભાગમાં 90 જેટલી કૃતિ તાલુકા કક્ષાના વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ પ્રદર્શનમાં રજૂ થઈ આ પાંચે પાંચ વિભાગમાંથી પ્રથમ નંબર તાલુકા કક્ષાએ મેળવનાર કૃતિઓ જિલ્લા કક્ષાએ ભાગ લેશે.સમગ્ર સંચાલન મોહનસિંહ ખેરે કરેલ કાર્યક્રમને સફળ બનાવવા માટે બીઆરસી કોર્ડીનેટર હીરાભાઈ ભરવાડ તથા દીપ ટ્રસ્ટ નાની નરોલીના તમામ સ્ટાફ તથા મોસાલી પ્રાથમિક શાળાના સ્ટાફે ખૂબ જ જહેમત ઉપાડી હતી. આભાર વિધિ અશ્વિન સિંહ વાંસીયા એ કરેલ હતી.