તાપી જિલ્લા જાહેર જનતા જોગ : પરીક્ષા પે ચર્ચા-છઠ્ઠી આવૃતિ-૨૦૨૩ કાર્યક્રમ અંતર્ગત રજીસ્ટ્રેશન બાબત
( માહિતી બ્યુરો, વ્યારા- તાપી ) તા.૧૯: પરીક્ષા પે ચર્ચા- છઠ્ઠી આવૃતિ-૨૦૨૩ કાર્યક્રમ જાન્યુઆરી-૨૦૨૩ માં નવી દિલ્હી ટાઉનહોલ ફોર્મેટમાં તાલકટોરા સ્ટેડિયમ ખાતે યોજાનાર છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા તા.૨૫ નવેમ્બરથી ૩૦ ડિસેમ્બર-ર૦રર દરમિયાન શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે વિવિધ થીમ/ ટોપિક આધારિત ધોરણ-૯ થી ૧૨ નાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો માટે યોજાનાર છે. આ માટે રજીસ્ટ્રેશન કરાવવા https://innovateindia.mygov.in/ppc-2023 પર ઓનલાઈન ક્રિએટિવ રાઈટિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ,વાલીઓ અને શિક્ષકોમાંથી પસંદગી પામનાર રાજ્યનાં ૮૪ સ્પર્ધકો ‘પરીક્ષા પે ચર્ચા-૨૦૨૩’ કાર્યક્રમમાં ભાગ લેશે. આ અન્વયે ઉકત તમામ સ્પર્ધા માટે વધુમાં વધુ રજીસ્ટ્રેશન થાય અને વધુમાં વધુ સ્પર્ધકો સ્પર્ધામાં ભાગ લે તે માટે જિલ્લા શિક્ષણાધિકારીશ્રી તાપી દ્વારા તમામ જાહેર જનતાને અખબારી યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, પરીક્ષા પે ચર્ચા-૨૦૨૩ કાર્યક્રમમાં સહભાગી થનાર વિજેતાઓને પ્રમાણપત્ર અને માન.વડાપ્રધાન દ્વારા લખાયેલ “એક્ઝામ વોરિયર્સ” પુસ્તક આપવામાં આવશે.
000000