તાપી જિલ્લો આદિવાસી હોવાથી અહીંયા ટોલ ટેક્ષના ભારણ ને દૂર કરવા સબંધિત વિભાગને જરૂરી કાર્યવાહી કરવા તાકીદ કરાઈ
(માહિતી બ્યુરો તાપી) તા. ૧૭ ગુજરાત રાજ્યના આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ વિભાગના રાજ્યકક્ષાના મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિના અઘ્યક્ષ સ્થાને તથા ૧૭૧ વ્યારા વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય શ્રી મોહનભાઈ કોકાણીની ઉપસ્થિતિમાં સ્ટેટ હાઇવે ઉપર આવેલ તાપી જિલ્લાના માંડળ ટોલનાકા ઉપર વસુલાતા ટોલ ટેક્સના સળગાતા પ્રશ્નોના વિવિધ મુદ્દાઓ ઉપર ઉચ્ચ અધિકારીઓશ્રી તથા પધિકારીઓશ્રીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં તાપી જિલ્લો આદિવાસી હોવાથી અહીંયા ટોલ ટેક્ષના ભારણ ને દૂર કરવા સબંધિત વિભાગને જરૂરી કાર્યવાહી કરવા તાકીદ કર્યા હતા.વધુમાં જિલ્લા કલેક્ટરશ્રી ભાર્ગવી દવેએ ટોલ નાકાના સંબધિત અધિકારીઓને આ પ્રશ્નોના યોગ્ય પ્રપોઝલ સરકાર સામે રજુ કરવા તાકીદ કર્યા હતા.