નર્મદા પોલીસે છેલ્લા છ માસમાં ઈ મેમો દ્વારા વાહનચાલકોને 6 લાખથી વધુ દંડ ફટકાર્યો

Contact News Publisher

નર્મદા કમાન્ડ એન્ડ કંટ્રોલની નજર હેઠળ 6152 ચાલકોને ઈ-મેમો ફટકાર્યા

2019 ના છેલ્લા 6 મહિના દરમિયાન કુલ 6152 ચલણ પૈકી 2758 ની વસૂલાત કરાઈ છે, જ્યારે અન્ય બાકીના 3394 વાહનચાલકો પાસેથી દંડ વસૂલાત બાકી છે

સૌથી વધુ ત્રણ સવારી અને બાઇક ચાલુ બાઇકે મોબાઇલ પર વાત કરનાર વિરુદ્ધ કાર્યવાહી

(જ્યોતિ જગતાપ દ્વારા, રાજપીપલા)  : આડેધડ વાહનો હંકારી ને અકસ્માતનું પ્રમાણ વધતું જતું હોવાથી નર્મદા પોલીસે વાહન ચાલકોને ઈ-મેમો પકડાવી દંડની કાર્યવાહી કરી છે. જેને કારણે વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો છે. જેમાં નર્મદા પોલીસે છેલ્લા 6 માસમાં ઈ-મેમો દ્વારા વાહન ચાલકોને 6 લાખથી વધુ દંડ ફટકાર્યો છે. 6152 સંચાલકોને ઈમેલ ફટકાર્યા છે, તે પૈકી 2758 વસૂલાત કરાઈ છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર જુલાઈ 2019 થી ડિસેમ્બર 2019 દરમિયાન વાહન ચાલકોને 6152 ઈ મેમાં અપાયા છે, જેમાં ખાસ કરીને બાઈક પર ત્રણ સવારી અને ચાલુ બાઇકે મોબાઇલ પર વાત કરનાર વિરુદ્ધ કાર્યવાહી કરી 631800/- રૂ. દંડ ફટકાર્યો છે, તે પૈકી 2758 પાસે વસૂલાત કરી કુલ 344600 રૂ. વસુલાત કરવામાં આવ્યા આવી છે. જ્યારે 3394 ચલણનો દંડ હજુ બાકી હોય એમ તમામ વાહન માલિકો દંડની રકમ નહીં ભરે તો તેમની કાયદેસર કાર્યવાહી અથવા આરટીઓમાં ભોજ નાખશે તેમ જણાવ્યું છે.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *