ISO સર્ટીફાઈડ ગામ બુહારીમાં સરકારના અનુદાનોના ગફલાની આખરે ડીડીઓ તાપીએ 7 સભ્યોની તપાસ સમિતિનું ગઠન કર્યું
ફરિયાદમાં જેમની ભૂમિકા સામે શંકા છે….તપાસ માં તેમનો સમાવેશ એ ઘણું સૂચક છે
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લાનાં બુહારીમાં સરકારના અનુદાનોનો દુરુપયોગ, વહીવટી બેદરકારી, ભ્રષ્ટાચારની સરકારના વિવિધ સંસ્થાનોમાં ફરિયાદને આધારે રેલો આવતા…તાપી ડીડીઓએ 7 સભ્યોની સ્પેશિયલ તપાસ સમિતિનું ગઠન કર્યું. પાંચ દિવસમાં તપાસ રિપોર્ટના આદેશો કર્યા.તપાસ પર સૌની નજર છે અને આધાર પુરાવ સાથે કરેલ રજુઆત કરનાર ફરિયાદીને તપાસ ના આખરી રિપોર્ટ તૈયાર કરતા પહેલા સમિતિ સાંભળશે ખરી??રિપોર્ટ સાર્વજનીક થવો જરૂરી છે સાથે તેની ચર્ચા પણ થવી જોઈએ…ખબર તો પડે પ્રજાને કલ્લી આપી બોર ખાનારા મીરઝાફરો અને જયચંદોના ચહેરા. વધુમાં ફરિયાદની રજુઆત ના સંદર્ભે શંકા ના દાયરામાં આવેલ પંચાયતના અધિકારીઓ અને કર્મચારીઓ નો સમાવેશ તપાસ સમિતિમાં કરેલ છે જ ઘણું સૂચક છે. જે વિભાગ સામે ફરિયાદો છે તે જ વિભાગના કર્મચારીઓ ને તપાસ સોપી છે…જેની નરેન્દ્રભાઈની ભષ્ટાચાર નિવારણ ડબલ એન્જીનની સરકાર ના ગુજરાતના મુખ્યા ભુપેન્દ્રભાઈ ને પણ રજુઆત કરવામાં આવી છે.