તાપી જિલ્લા ખાતે 14મું વિજ્ઞાન-ગણિત અને પર્યાવરણ પ્રદર્શન
જિલ્લાની 66 જેટલી શાળાઓએ 97 જેટલી કૃતિઓ વિવિધ વિભાગોમાં પ્રદર્શિત કરી
…………………….
માહિતી બ્યુરો-વ્યારા તા.15: ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન તથા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી તાપી દ્વારા માર્ગદર્શિત જિલ્લા સરદાર પટેલ શાળા વિકાસ સંકુલના 14માં વિજ્ઞાન-ગણિત અને પર્યાવરણ પ્રદર્શનનું આયોજન વ્યારાના દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલય ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં 66 જેટલી શાળાઓએ ઉત્સાહથી ભાગ લીધો અને 97 જેટલી કૃતિઓ વિવિધ વિભાગોમાં મૂકવામાં આવી હતી.
આ પ્રદર્શનના કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ધારા પટેલના વરદ હસ્તે વિભાગ-૧ માં ઉદ્ઘાઘાટન કરી વિજ્ઞાન-ગણિત પર્યાવરણ પ્રદર્શનને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ વેળા ગ્રામ સેવા સમાજના પ્રમુખ શ્રી ગણપતભાઈ ગામીત, શિક્ષણ નિરીક્ષકશ્રી ગોવિંદભાઈ ગાંગોડા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.
આ પ્રસંગે સમારંભના ઉદ્ધાટક જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી ધારા પટેલે બાળકોને વૈજ્ઞાનીક અભિગમ કેળવવા, અનુભવો અને કાર્યશીલતા વધારવા બાળકોને પ્રોત્સાહિત કર્યા.
શિક્ષણ નિરીક્ષકશ્રી ગોવિંદભાઈ ગાંગોડા દ્વારા વિદ્યાર્થીઓને વિવિધ દ્રષ્ટાંતો દ્વારા વૈજ્ઞાનિક અભિગમ કેળવવાની સમજ પૂરી પાડી હતી. પ્રમુખશ્રી ગ્રામ સેવા સમાજના ગણપતભાઇએ વિદ્યાર્થીઓને જીવનમાં આપણી આસપાસ ઉપસ્થિત તમામ સુવિધાને સ્વીકારી પોતાની જીવનશૈલી ખૂબ ઉચ્ચ અને સરળ બનાવવા અંગે સમજુતી આપી હતી.
તાપી જિલ્લાના વિભાગ-૧ ની અંદર કુલ ૨૦ કૃતિઓ વિભાગ-૨(એ) ૯ કૃતિઓ વિભાગ-(બી) જેમાં ૧૬ કૃતિઓ વિભાગ-૩ જેમાં ૧૮ તિઓ વિભાગ-૪ માં ૧૬ કૃતિઓ, વિભાગ-પાક માં ૨ અને વિભાગ-પ(બી) માં કુલ ૧૬ કૃતિઓ દ્વાર સુંદર પ્રદર્શન રજૂ કર્યું હતું. આમ સરદાર પટેલ શાળા વિકાસ સંકુલના ૧૪માં વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ પ્રદર્શનમાં કુલ-૯૭ કૃતિઓનું પ્રદર્શન થયું હતું.
સમારંભના અંતે શિક્ષકો અને વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અર્પિત કરી વિજ્ઞાન-ગણિત અને પર્યાવરણ પ્રદર્શનને પૂર્ણ જાહેર કરાયો હતો. આ કાર્યક્રમમાં વિવિધ શૈક્ષણિક હોદ્દેદારો, શિક્ષણ મદદનીશ નિરીક્ષક બહેનો, શ્રી શીતલબેન, શ્રી નિશાબેન સહિત વિવિધ શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦