“જળાશયમાં પાંજરા ઉછેરમાં શ્રેષ્ઠ સંચાલન પદ્ધતિઓ” આ વિષય ઉપર નેવાળા ગામે બે દિવસીય કાર્યશાળા યોજાઈ
Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સેન્ટર ઓફ એકસલન્સ ઇન એક્વાકલ્ચર, કામધેનુ યુનિવર્સીટી, ઉકાઈ દ્વારા “જળાશયમાં પાંજરા ઉછેરમાં શ્રેષ્ઠ સંચાલન પદ્ધતિઓ” આ વિષય ઉપર નિઝર તાલુકાના નેવાળા ગામમાં તારીખ ૧૪ થી ૧૫ ડિસેમ્બર, ૨૦૨૨ સુધી બે દિવસીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવેલ હતું. સદર કાર્યશાળામાં નેવાળા ગામના ૪૦ જેટલા માછીમારી કરતાં ભાઈઓ ભાગ લીધેલ હતું. સદર કાર્યશાળાના ઉદઘાટન પ્રસંગે નેવાળા માછીમારી મંડળીના પ્રમુખ વિજય પાડવી, દશરથ પાડવી અને સેન્ટર ઓફ એકસલન્સના ઈનચાર્જ ડો. સ્મિત લેન્ડે ઉપસ્થિત રહા હતા. સદર કાર્યશાળા દરમ્યાન ડો. રાજેશ વસાવા, જીગ્નેશ મેવાડા,દીપેશ વાઢેર, ઋત્વિક ટંડેલ દવારા તાલીમાર્થીઓને વ્યાખ્યાન આપવામાં આવ્યું.