સ્થાનિક રહિશો માટે માંડળ ટોલ બૂથ ઉપર ટોલ મુક્ત કરવા માંગ : માંગ નહી સંતોષાય તો આંદોલનની ચિમકી
Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લાના માંડળ ટોલ નાકા પર ૨૦ કિલોમીટર ના સ્થાનિક રહીશો માટે ટોલ મુક્ત કરવા બાબતે તેમજ સર્વિસ રોડ અને યુ- ટર્ન ની માંગણીઓ સાથે આવેદનપત્ર અપાયું.
જ્યારથી માંડલ ટોલ બનેલ છે ત્યારથી સવાર-નવાર ઘણા સંગઠનો કે રાજકીય પક્ષો દ્વારા ટોલ મુક્ત કરવા માટે આંદોલનો કર્યા છે પરંતુ હજુ સુધી સ્થાનિક લોકો મૂર્ખ બની રહ્યા છે અને એક્સિડન્ટના ભોગ બની ઘણા લોકો એ જીવ ગુમાવ્યો છે, પરંતુ લાગી રહ્યું છે કે તાપી જિલ્લાના વહીવટીતંત્રની છાયામાં હજુ સુધી યોગ્ય નિર્ણય ન આવતા સ્થાનિક લોકોના ખિસ્સા ખાલી થઈ રહ્યા છે, ત્યારે આવનાર દિવસોની અંદર જો યોગ્ય નિર્ણયના લેવાય તો સ્થાનિક લોકો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી અપાઈ છે.