‘જળાશયમાં પાંજરા ઉછેરમાં શ્રેષ્ઠ સંચાલન પદ્ધતિઓ’ વિષય ઉપર બે દિવસીય કાર્યશાળા યોજાઈ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સેન્ટર ઓફ એકસલન્સ ઇન એક્વાકલ્ચર, કામધેનુ યુનિવર્સીટી, ઉકાઈ દ્વારા “જળાશયમાં પાંજરા ઉછેરમાં શ્રેષ્ઠ સંચાલન પદ્ધતિઓ” આ વિષય ઉપર કુકરમુંડા તાલુકાના ગંગથા ગામમાં તારીખ ૧૨ થી ૧૩ ડિસેમ્બર, ૨૦૨૨ સુધી બે દિવસીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવેલ હતું. સદર કાર્યશાળામાં ગંગથા ગામના ૪૦ જેટલા માછીમારી કરતાં ભાઈઓ ભાગ લીધેલ હતું. સદર કાર્યશાળાના ઉદઘાટન પ્રસંગે નવસારી કૃષિ યુનિવર્સીટીના વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડો. નિકુલસિંહ ઔહાણ, ગંગથા માછીમારી મંડળીના પ્રમુખ સતરસિંહ વડવી અને સેન્ટર ઓફ એકસલન્સના ઈનચાર્જ ડો. સ્મિત લેન્ડે ઉપસ્થિત રહા હતા. સદર કાર્યશાળા દરમ્યાન ડો. રાજેશ વસાવા, જીગ્નેશ મેવાડા, દીપેશ વાઢેર દવારા તાલીમાર્થીઓને વ્યાખ્યાન આપવામાં આયવુ.