સોનગઢના ઉકાઈ રોડ ઉપર અકસ્માતે ઘાયલ થયેલ ઘોડાની સારવાર કરાવાઈ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સોનગઢના ઉકાઈ રોડ પરથી લક્ષ્મણભાઈએ 1962 હેલ્પલાઇન માં ઘોડાના અકસ્માતની જાણ કરી હતી. હેલ્પલાઇન પરથી વ્યારા કરૂણા એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી, વ્યારા કરૂણા એમ્બ્યુલન્સને જાણ થતાં જ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી, ઘટનાસ્થળે પહોંચીને એમ્બ્યુલન્સના ડોક્ટર શોએબ ખાને ઘોડાની તપાસ કરી, જેમાં ઘોડાને ગંભીર ઈજાઓ અને આગળનો જમણો પગ તૂટ્યો હોવાનું જણાયું હતું, ત્યાર બાદ તૂટેલા પગ પર સ્પ્લિન્ટ પ્લાસ્ટર લગાવવામાં આવ્યું હતું અને પેટની ડાબી બાજુએ ટાંકા લેવામાં આવ્યા હતા, ઘોડાને જરૂરી ઈન્જેક્શન આપ્યા બાદ ગૌશાળામાં મોકલવામાં આવ્યો હતો,
સમગ્ર કામગીરી કરૂણા વ્યારાના ડો.શોએબ ખાન અને તેમના સાથી ચેતન ચૌધરીએ કરી હતી.
ઉપસ્થિત લોકોએ આ સુંદર કામગીરીને બિરદાવી હતી અને ગુજરાત સરકારની દયાળુ સેવાને બિરદાવી હતી. પ્રોજેક્ટ કોઓર્ડિનેટર રૂપેશ દધાનિયાએ કરૂણા વ્યારા ટીમને આ કાર્ય માટે પ્રોત્સાહિત કર્યા હતા