આગામી ૧૧મી જાન્યુઆરીએ માન.રાજ્યપાલશ્રી તાપી જિલ્લામાં યોજાનાર પ્રાકૃતિક ખેતીના કાર્યક્રમમાં અધ્યક્ષસ્થાન શોભાવશે
તાપી જિલ્લામાં યોજાનાર પ્રાકૃતિક ખેતીના કાર્યક્રમના સુચારૂ આયોજન અન્વયે બેઠક યોજાઇ
…………
(માહિતી બ્યુરો વ્યારા-તાપી) તા.13 – આગામી ૧૧મી જાન્યુઆરી-૨૦૨૩ના રોજ ગુજરાતના માન.રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને તાપી જિલ્લામાં પ્રાકૃતિક ખેતીના કાર્યક્રમ યોજાનાર છે. આ કાર્યક્રમના સુચારૂ આયોજન અન્વયે આજે જિલ્લા કલેક્ટરસુશ્રી ભાર્ગવી દવેના અધ્યક્ષસ્થાને તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડિયા અને જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ પટેલ સહિત ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતીમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટરસુશ્રી ભાર્ગવી દવે દ્વારા ઉચ્ચ અધિકારીઓને જરૂરી માર્ગદશન આપતા વિભાગ અનુસાર કામગીરી સોંપવામાં આવી હતી. જેમાં ખેતીવાડી અને આત્મા પ્રોજેક્ટને ખેડૂતોને લાવવા-લઇ જવા સહિત કીટ વિતરણ અંગે, આર.એન્ડ.બી વિભાગને મંડપ, સ્ટેજ, રેડ કાર્પેટ, આરોગ્ય વિભાગને મેડિકલ ટીમ અને એમ્બ્યુલન્સ અંગે, પોલીસ વિભાગને ગાર્ડ ઓફ ઓનર સહિત જિલ્લામાં કાયદા વ્યવસ્થા જળવાઇ રહે તે માટે, કેવીકેને પ્રાકૃતિક ખેતી અંગે ફિલ્મ બનાવવા જેવી કામગીરી સોંપવામાં આવી હતી.
આ સાથે માન.રાજ્યપાલના કાર્યક્રમમાં જિલ્લાના પ્રાકૃતિક ખેતી સાથે સંકળાયેલા ખેડૂત ભાઇ-બહેનો દ્વારા પોતાના અનુભવો વ્યક્ત કરવામાં આવશે, આ સાથે પ્રાકૃતિ ખેતી અંગે માર્ગદર્શન આપવા ફિલ્મ નિદર્શન, સ્ટોલ પ્રદર્શન, કીટ વિતરણ જેવી પ્રવૃતિઓનૂં સુચારૂ આયોજન અંગે રચનાત્મક ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટરશ્રી આર.જે.વલવી, વ્યારા પ્રાંત આર.સી.પટેલ, નિઝર પ્રાંત જયકુમાર રાવલ, નાયબ જિલ્લા કલેક્ટર તૃપ્તિ પટેલ, ખેતીવાડી અધિકારી ચેતન ગરાસીયા, આર.એન્ડ.બીના મનીષ પટેલ સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦૦૦૦૦