તાપી જિલ્લાના જવાબદાર નાગરીક હોવાનું કર્તવ્ય નિભાવતા નવ યુવા મતદારો
તાપી જિલ્લામાં પ્રથમ વખત મતદાન કરનાર નવ યુવાનોએ મતદાન કરીને લોકશાહીના મહાપર્વમાં ભાગીદારી નોંધાવી
……………………………
માહિતી બ્યુરો-તાપી તા.૦૧ ગુજરાત રાજ્યમાં વિધાન સભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ પ્રથમ તબક્કાની ચૂંટણી યોજાઇ, ત્યારે તાપી જિલ્લામાં ખાસ કરીને પ્રથમવાર મતદાન કરનારા યુવા મતદારો મતદાન કરવા મતદાન મથકો પર પહોંચી મતદાન કરીને લોકશાહીના મહાપર્વમાં ભાગીદારી નોંધાવી હતી.પ્રથમ વખત મતદાન કરનાર નવ યુવા મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
આ યુવાનોએ પ્રથમવાર મતદાન કરીને ગર્વની લાગણી વ્યક્ત કરી જણાવ્યું હતું કે, પ્રથમ વાર મતદાન કરીને દેશના જવાબદાર નાગરિક હોવાનો અને રાષ્ટ્ર પ્રત્યે પોતાની મતદાર તરીકેની ફરજ નિભાવી છે. આજે પ્રથમ વખત મતદાન કરીને જે આનંદ અનુભવી રહ્યા છે એ ખુબ સુંદર છે જે અમને કાયમ માટે યાદ રહેશે. વધુમાં યુવાનોએ ફર્સ્ટ ટાઈમ વોટરોને મતદાન કરવા આગ્રહ પૂર્વક અપીલ કરી હતી.વધુમાં યુવાનોએ જણાવ્યું હતું કે આજે મતદાનની આમારી ફરજ નિભાવી અને દેશના,રાજ્યના અને તાપી જિલ્લાના જવાબદાર નાગરીક હોવાનું કર્તવ્ય પૂરું કર્યું છે અને હવે પછીની આવનારી દરેક ચૂંટણીઓમાં જાગ્રત મતદાર તરીકે નિયમિત મતદાન કરીશું.
ઉલ્લેખનીય છે કે , તાપી જીલ્લા ચૂંટણી તંત્ર દ્વારા નવા યુવા મતદારો, ૮૦ વર્ષથી ઉપરના વરિષ્ઠ મતદારોને પ્રોત્સાહિત કરવા માટે આભાર પત્રો એનાયત કરાયા હતા.તાપી જીલ્લાના નવ યુવાનોને આભાર પત્રો એનાયત કરતા ફોટો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા ફેસ બુક પેજ ઉપર અપલોડ કરાતા યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.તાપી જિલ્લામાં બે વિધાનસભા મત વિસ્તારમાં ૧૮ થી ૧૯ વયજૂથના કુલ ૧૩૮૭૫ યુવા મતદારો નોધાયા છે.
નોધનિય છે કે બપોરના 3 કલાક ના મતદાનના આંકડા ઉપર નજર કરતા સૌથી વધુ તાપીમાં 64.27% અને સૌથી ઓછું જામનગર 42.26 ટકા મતદાન નોંધાયું છે. પ્રથમ તબક્કામાં જિલ્લા પ્રમાણે મતદાન ની ટકાવારી 48.48 નોધાય છે .જેમાં જિલ્લા પ્રમાણે જોઇએ તો અમરેલી 44.62,ભરૂચ 55.45,ભાવનગર 45.91,બોટાદ 43.67,ડાંગ 58.55,દેવભૂમિ દ્વારકા 46.55,ગીર સોમનાથ 50.89 જામનગર 42.26,જુનાગઢ 46.03,કચ્છ 45.45,મોરબી 53.75,નર્મદા 63.88,નવસારી 55.10,પોરબંદર 43.12,રાજકોટ 46.67,સુરત 47.01,સુરેન્દ્રનગર 48.60,તાપી 64.27 ,વલસાડ 53.49 ટકા મતદાન નોધાયું છે.
000000