માંગરોળ ગામે ધનેશ્વર મહાદેવ મંદિરમાં આવેલ ખોટકાયેલ હેન્ડપંપ નવો નખાયો
અહેવાલને સમર્થન. impect
મંદિરમાં પાણી આવતું થતાં સાધુ સંતોમાં રાહતની લાગણી.
1 લાખના ખર્ચે બનનાર નવો ટ્યુબવેલ પણ મંજૂર કરાયો.
25 તારીખ પછી નવો ટ્યુબવેલ નાખવાની ખાતરી આપતું તંત્ર.
નાંદોદ તાલુકાના માંગરોળ ગામે ધનેશ્વર મહાદેવ મંદિરમાં આવેલા હેન્ડપંપ ખોટકાઈ ગયો હોવાથી હેન્ડપંપ માંથી પાણી આવતું ન હોવાથી છેલ્લા પીવાના પાણીની તકલીફ પડતી હતી. જેને કારણે છેલ્લા 15 દિવસથી સાધુ-સંતોને અડધો કિ.મી દુર નર્મદા કિનારે ચાલીને પાણી લેવા માટે મજબૂર થવું પડ્યું હતું.આ પ્રસંગે સાધુ સંતોએ કલેકટર અને ડીડીઓની આવેદન આપી ધરણાં કરવાની ચીમકી આપી હતી. આ અંગે ના સમાચાર અમારા અખબારે પ્રગટ કર્યા હતા. જે અહેવાલને સમર્થન મળ્યું હતું, અને તંત્ર એ સંતોની માગણી સંતોષી ધનેશ્વર મહાદેવ મંદિર માં નવો હેન્ડપંપ નાખી આપતા ફૂલ પાણી આવવા લાગતા સંતોની તકલીફોનો અંત આવ્યો હતો. જાનકીદાસ મહંત અને સ્વામી સદાનંદ મહારાજે જણાવ્યું હતું કે રૂ.1 લાખ ના ખર્ચે બનનાર નવો ટ્યુબવેલ પણ મંજૂર કરાયો છે. જે 25 તારીખ પછી નવો ટુબવેલ નાખી આપવાની તંત્રે ખાતરી આપતા સંતોમાં રાહતની લાગણી જન્મી હતી.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા