તાપી જિલ્લામાં તમામ મતદારોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરતા જિલ્લા ચુંટણી અધિકારી અને કલેક્ટરસુશ્રી ભાર્ગવી દવે

Contact News Publisher

આગામી ૧લી ડિસેમ્બર-૨૦૨૨ ગુરૂવારના રોજ સવારે ૦૮ થી ૦૫ વાગ્યા સુધીમાં અવશ્ય મતદાન કરી લોકશાહીના આ અવસરને સાર્થક કરીએ: જિલ્લા ચુંટણી અધિકારી અને કલેક્ટરસુશ્રી ભાર્ગવી દવે
…………………….
માહિતી બ્યુરો, તાપી.તા.29: વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ના પ્રથમ તબક્કાનું મતદાન આગામી ગુરૂવારે તા.૦૧ ડિસેમ્બરના રોજ યોજાશે. પ્રથમ તબક્કાના મતદાનમાં સમાવિષ્ઠ તાપી જિલ્લામાં ચૂંટણીનો અનોખો માહોલ જોવા મળી રહ્યો છે. આ સમયે તાપી જિલ્લામાં મહત્તમ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર વિશેષ ભાર આપવામાં આવી રહ્યો છે. જિલ્લા ચુંટણી અધિકારી અને કલેક્ટરસુશ્રી ભાર્ગવી દવે તમામ મતદારોને અપીલ કરતા જણાવ્યું હતું કે, તાપી જિલ્લાની ૧૭૧-વ્યારા અને ૧૭૨-નિઝર વિધાનસભા બેઠક માટે તાપી જિલ્લામાં ૬૦૫ મતદાન મથકો છે. જેમાં દરેક બુથ ઉપર પીવાના પાણીની વ્યવસ્થા, બેસવા, ઉભા રહેવાની વ્યવસ્થા, શૌચાલયની વ્યવસ્થા છે. સૌ પ્રથમ વાર મતદાન કરનારા નવા મતદારો, વડીલ મતદારો, દિવ્યાંગ મતદારો, માતા-બહેનો સહિત તાપી જિલ્લાના તમામ મતદારોને ખાસ વિનંતી કરી હતી કે આગામી ૧લી ડિસેમ્બર-૨૦૨૨ ગુરૂવારના રોજ સવારે ૦૮ થી ૦૫ વાગ્યા સુધીમાં અવશ્ય મતદાન કરી લોકશાહીના આ અવસરને સાર્થક કરો.
રાજ્યમાં વિધાનસભા ચૂંટણી-૨૦૨૨ના ગણતરીના દિવસો બાકી છે ત્યારે તાપી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જિલ્લામાં મહત્તમ મતદાન થાય તે માટે સક્રિય કામગીરી સાથે ચૂંટણી નિષ્પક્ષ અને શાંતિપુર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે બનતા તમામ પ્રયાસો હાથ ધરી રહ્યા છે.
૦૦૦૦૦૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other