ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અન્વયે એકઝીટ પોલ તથા ઓપીનીયન પોલ ઉપર પ્રતિબંધ

Contact News Publisher

માહિતી બ્યુરો – વ્યારા તા.29: ભારતના ચૂંટણી આયોગ, નવી દિલ્હી દ્વારા ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ના સંદર્ભમાં મતદાન અંગે સર્વેક્ષણ (EXIT POLL) કરવા અને સર્વેક્ષણના પરિણામો પ્રસિધ્ધ કરવા પર લોકપ્રતિનિધિત્વ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૨૬(એ)ની પેટા કલમ-૧ હેઠળ આગામી તા.૦૫/૧૨/૨૦૨૨(સોમવાર) ના સાંજના ૬-૩૦ વાગ્યા સુધી તથા મતદાન પુરૂ થવાના કલાક સાથે પુરા થતા ૪૮ કલાકના સમયગાળા દરમ્યાન મતદાન અંગેના અનુમાનો (OPINION POLL) સહિતની કોઇપણ ચૂંટણી સંબંધી સામગ્રી કોઇપણ ઇલેક્ટ્રોનિક માધ્યમો પરથી પ્રસારીત કરવા પર લોકપ્રતિનિધિત્વ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૨૬(૧)(બી) હેઠળ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જેનો નોંધ લેવા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી તાપી દ્વારા જણાવાયું છે.
૦૦૦૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other