પતિ પત્નીનું સુખદ સમાધાન કરાવતી તાપી 181 અભય મહિલા હેલ્પલાઇન ટીમ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : 181 મહિલા અભયમ હેલ્પલાઇન દ્વારા અનેક સમસ્યા રૂપ પ્રશ્નોના અસરકારક કાઉન્સિલિંગ કરી સુખદ સમાધાન કરી રહી છે જેમાં સોનગઢ વિસ્તારની એક પરણિત મહિલાએ 181 અભયમ હેલ્પ લાઈનમાં ફોન કરી જણાવેલ કે તેના પતિ દ્વારા હેરાનગતિ હોય તેથી તેને સમજાવવા મદદની જરૂર હોય. 181 અભય મહિલા હેલ્પલાઇનની ટીમ સ્થળ પર પહોંચી પીડિત મહિલાનું કાઉન્સિલિંગ કરેલ જણાવેલ કે તેના લગ્નના નવ વર્ષ થયેલ હોય તેના સંતાનમાં બે દીકરાઓ છે.પિડીતાને તેનો પતિ અવારનવાર નાની નાની બાબતે ઝઘડો કરતો હોય અપશબ્દ બોલતો હોય કામ ધંધો કશું કરતો ન હોય જેથી ઘર ખર્ચ પૂરો પાડતો ન હોય અને પોતાની પત્નીને કામ ઉપર જવાની ના પાડતો હોય તેમનો પતિ કંઈ કામ ધંધો ન કરતો હોય જેથી બે દીકરાઓનું ભરણપોષણ કરવા માટે પીડિતાબેન અન્યના ઘરે કામ કરવાની મજબૂરી જણાઈ હતી પોતાના પતિના હર હંમેશા ના ઝઘડાઓ અને બોલાચાલી થી કંટાળી પત્નીએ છેવટે તાપી મહિલા હેલ્પલાઇન 181 અભયમ ટીમને જાણ કરતા મહિલાની આપવીતી જાણી તેને પતિને બોલાવીને સમજાવટથી કામ લેતા અસરકારક કાઉન્સિલિંગ ના અંતે પતિને પોતાની ભૂલ સમજાઈ હતી અને ભવિષ્યમાં પોતે પોતાની જવાબદારી નિભાવા સહમન થયો હતો જેથી તાપી મહિલા હેલ્પલાઇન ના કર્મચારીઓને એક મહિલાનું સાંસારીક જીવન બચાવવામાં મળેલી સફળતા બિરદાવાઈ હતી.