સી.એન.કોઠારી હોમિયોપથીક કોલેજ અને રિચર્ચ સેન્ટર, વ્યારા અને કાળીદાસ હોસ્પિટલ વ્યારા દ્વારા નિ:શુલ્ક ચામડી ના રોગો માટે હોમિયોપથીક સારવાર કેમ્પનું આયોજન કરાયું
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સી.એન.કોઠારી હોમિયોપથીક કોલેજ અને રિચર્ચ સેન્ટર,વ્યારા અને કાળીદાસ હોસ્પિટલ વ્યારા દ્વારા સ્વ.અનિલભાઈ ચંદુલાલ શાહ ની પુણ્યતિથિ નિમિતે તેમજ આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી માટે આયુષ મંત્રાલય અને નેશનલ કમીશન ફોર હોમીઓપેથી,નવી દિલ્હીના માર્ગદર્શન હેઠળ તા.૨૨/૧૧/૨૦૨૨ ના રોજ સવારે ૦૯:3૦ થી બપોરે ૧૨:૦૦ દરમ્યાન કાળીદાસ હોસ્પિટલ ,વ્યારા ખાતે નિ:શુલ્ક ચામડી ના રોગો માટે હોમિયોપથીક સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.દીપ પ્રાગટ્ય કરીને જાહેર જનતા માટે કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો હતો.જેમાં ઘણા દર્દીઓએ લાભ લીધો હતો.
આ કેમ્પમાં હોમિયોપથીક તજજ્ઞ ડો.ભાવિન મોદી અને ડો.વૈશાલી ચૌધરીએ સેવા આપી હતી .આ કેમ્પનું સંપૂર્ણ આયોજન કોલેજના આચાર્ય ડો.જ્યોતિ રાવના માર્ગદર્શન હેઠળ ડો.વૈશાલી ચૌધરી અને ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.