આગામી ૨૪મી નવેમ્બરે વ્યારા નગરપાલીકા ખાતે અને ૨૫મી એ સોનગઢ નગરપાલીકા વિસ્તારમાં “રન ફોર વોટ, વોટ ફોર તાપી” યોજાશે

Contact News Publisher

જાગૃત નાગરિકોને મેરેથોનમા ભાગ લેવા તાપી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આહવાન
………………
માહિતી બ્યુરો, તાપી, તા.૨૨: તાપી જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટરશ્રી, તાપી અને વ્યારા નગરપાલિકા, સોનગઢ નગરપાલીકાના સંયુકત ઉપક્રમે “મતદાર જાગૃતિ અભિયાન ” અંતર્ગત “રન ફોર વોટ, વોટ ફોર તાપી” આગામી તા-૨૪/૧૧/૨૦૨૨ના રોજ સવારે ૮-૩૦ કલાકે વ્યારાના સયાજી ગ્રાઉન્ડ ખાતેથી નિકળી સ્કુલ રોડ, જુના બસ સ્ટેન્ડ સુરતી બજાર, હરીપુરા થઇ મેઇન રોડ થઇ સયાજી ગ્રાઉન્ડ ખાતે પરત થશે.
આ ઉપરાંત સોનગઢ નગરપાલિકા ખાતે “મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત “રન ફોર વોટ, વોટ ફોર તાપી” આગામી તા-૨૫/૧૧/૨૦૨૨ના રોજ . સવારે ૮=૩૦ કલાક થી મામલતદારશ્રીની કચેરીથી શિવાજી ચોકથી નગરપાલિકા કચેરી, હાથી ફળીયા થઇ પારેખ ફળીયા જુના ગામ મેઇન રોડથી બાપા સીતારામ નગરથી ઉકાઇ રોડ,બ્રાહ્મણી ફળીયાથી સ્ટેટ બેંક થઇ શિવાજી ચોક થી મામલતદારશ્રીની કચેરી ખાતે પરત થશે. આ દોડમાં સક્રિય રીતે ભાગ લઇ તાપી જિલ્લાના મતદારોને મતદાન કરવા પ્રેરિત કરવા નાગરીકોને તાપી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
0000000000

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other