૧૭૧ વ્યારા, અ.જ.જા. ચૂંટણીના ઉમેદવારોના ખર્ચ ના હિસાબો રજુ કરવા અંગે.
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૧૬: ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અનુસંધાને ૧૭૧-વ્યારા (અ.જ.જા.) બેઠક માટે તા.૦૧/૧૨/૨૦૨૨ના રોજ મતદાન યોજાનાર છે. ચૂંટણી પંચ દ્વારા નિયત કરવામાં આવેલ પ્રક્રિયા અનુસાર ચૂંટણીમાં ભાગ લેનાર ઉમેદવારોએ પોતાના હિસાબો ચકાસણી અર્થે રૂબરૂ અથવા ચૂંટણી એજન્ટ મારફત અથવા યોગ્ય રીતે અધિકૃત કરેલ વ્યક્તિ મારફત ચૂંટણી નિરીક્ષક/નિયુકત અધિકારી સમક્ષ ત્રણ વખત હિસાબો રજૂ કરવાના રહે છે. જેથી નીચે મુજબનું સમયપત્રક ઉમેદવારોના હિસાબો રજૂ કરવા નિયત કરેલ છે. જેની સર્વેએ નોંધ લેવા ચૂંટણી અધિકારી, ૧૭૧ વ્યારા (અ.જ.જા) દ્વારા જણાવાયું છે.
તા.૨૧/૧૧/૨૦૨૨ ,સોમવાર, તા.૨૫/૧૧/૨૦૨૨ શુક્રવાર, તા.૨૯/૧૧/૨૦૨૨ મંગળવાર ના રોજ સવારે ૧૦.૩૦ થી બપોરે ૧૩.૩૦ સુધીમાં જિલ્લા પંચાયત કચેરી ,તાપી બ્લોક નં.૦૮,પહેલો માળ, જિલ્લા સેવા સદન, પાનવાડી,વ્યારા ખાતે હિસાબો રજુ કરી શકાશે .
૦૦૦૦૦૦૦૦