તાપી જિલ્લા ખાતે સ્પેશિયલ ડી.એલ.સી.સીની બેઠક યોજાઇ

Contact News Publisher

આગામી ચૂંટણીને અનુલક્ષીને તાપી જિલ્લા ચૂંટણી અધિકારી સુશ્રી ભાર્ગવી દવેના અધ્યક્ષસ્થાને તથા કેન્દ્રિય ચૂંટણી ખર્ચ ઓબ્ઝર્વરશ્રી આનંદકુમારની ઉપસ્થિતીમાં જિલ્લાની વિવિધ બેન્કોના બ્રાંચ મેનેજરો સાથે બેઠક યોજાઇ
…………………………
“ચૂંટણી પ્રક્રિયામાં બેંકોના ખાતાના માધ્યમથી થતી લેવડ-દેવડ ઉપર મોનીટરીંગ ખુબજ જરૂરી:” જિલ્લા ચૂંટણી અધિકારી સુશ્રી ભાર્ગવી દવે
…………………………

“ચૂંટણી પ્રક્રિયામાં મતદારોને લોભાવવા, વિવિધ રોકડ કે ભેટ દ્વારા લાલચ આપી મત ખરીદવા તે ગુનો છે”: કેન્દ્રિય ચૂંટણી ખર્ચ ઓબ્ઝર્વરશ્રી આનંદકુમાર
…………………………

માહિતી બ્યુરો,વ્યારા-તાપી તા.૧૬: વિધાનસભા સામાન્ય ચુંટણી – ૨૦૨૨ મુક્ત, ન્યાયી, નિષ્પક્ષ તેમજ શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે તાપી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ત્યારે આજે જિલ્લા સેવા સદન તાપી ખાતે તાપી જિલ્લા ચૂંટણી અધિકારી સુશ્રી ભાર્ગવી દવેના અધ્યક્ષસ્થાને તથા કેન્દ્રિય ચૂંટણી ખર્ચ ઓબ્ઝર્વરશ્રી આનંદકુમાર અને ડી.ડી.ઓશ્રી ડી.ડી.કાપડિયાની ઉપસ્થિતીમાં જિલ્લાની વિવિધ બેન્કોના બ્રાંચ મેનેજરો સાથે બેંક ખાતાઓમાં થતી શંકાસ્પદ લેવડ-દેવડ અંગે બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં ચૂંટણી ખર્ચ ઓબ્ઝર્વરશ્રી આનંદકુમારે સૌને વિગતવાર માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, ચૂંટણી પ્રક્રિયામાં મતદારોને લોભાવવા, વિવિધ રોકડ કે ભેટ દ્વારા લાલચ આપી મત ખરીદવા તે ગુનો છે. આ કાર્યમાં પૈસાની લેવડ-દેવડ માટે બેંકના વિવિધ ખાતાઓમાંથી આ રકમ પહોચાડવામા આવે છે. જેના ઉપર નિયંત્રણ અને દેખરેખ ખુબ જ અગત્યની બાબત છે. તેમણે ચૂંટણી જાહેર થવાના બે મહિના પહેલા ખોલેલા નવા ખાતાઓ, તથા રોજ બરોજ થતા ટ્રાન્ઝેક્શન અને ઉપાડ ઉપર ખાસ દેખરેખ રાખવા જણાવ્યું હતું. તેમણે 1 લાખથી વધુની રકમ અને કોઇક વખત અમુક ચોકકસ રકમની લેવડ-દેવડ અંગે ખાસ પેટર્ન બનતી હોય છે તે પેટર્નને ઓળખવા અંગે સૌનું ધ્યાન દોર્યું હતું. આ અંગે દૈનિક અહેવાલ આપવા અંગે સૌને પ્રાથમિકતા આપવા જણાવ્યું હતું.

તાપી જિલ્લા ચૂંટણી અધિકારી સુશ્રી ભાર્ગવી દવે સૌને બેંકિંગ ચેનલમાં બોર્ડર લાઇન ટ્રાન્ઝેક્શનને પણ ધ્યાને લેવા સમજ આપી હતી. તેમણે ચૂંટણી પ્રક્રિયામાં બેંકોના ખાતાના માધ્યમથી થતી લેવડ-દેવડની મોનીટરીંગ પ્રક્રિયાને ખુબ જ અગત્યની જણાવી હતી. આ ઉપરાંત જિલ્લા કલેક્ટર કચેરી તાપી ખાતે 24*7 મોનેટરિંગ સેલ ખાતે જાહેર નાગરીક/મતદારો માટે ટોલ ફ્રી નં 1800-233-1005 થતા 1950 પણ કાર્યરત કરવામાં આવેલ છે. જેના ઉપર આ સંબંધિત ફરિયાદો,રજુઆતો નોંધાવવા અપીલ કરી હતી.
ડી.ડી.ઓશ્રી ડી.ડી.કાપડિયાએ સૌને ચૂંટણીમાં બેંકના ખાતાઓ દ્વારા થતી લેવડ-દેવડ અંગે દેખરેખ રાખવાની જરૂરીયાત જેવા અગત્યના મુદ્દાને સરળ રીતે સૌને રજુ કરી પોતાની કામગીરી જવાબદારી પુર્વક કરવા સુચનો કર્યા હતા.
આ પ્રસંગે મદદનીશ ખર્ચ ઓબ્ઝર્વર-172 નિઝર અને લીડ ડિસ્ટ્રીક્ટ મેનેજરશ્રી રસીક જેઠવાએ પ્રેઝનટેશનના માધ્યમથી સૌને બેંક ખાતાઓમાં થતી શંકાસ્પદ લેવડ-દેવડ અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું.
અત્રે ઉલ્લેખનિય છે કે, ચૂંટણી સંબંધી સમગ્ર પ્રવૃતિઓ પર દેખરેખ અને નિયંત્રણ માટે ભારતનાં ચૂંટણી પંચ તરફથી તાપી જિલ્લામાં ચૂંટણી ખર્ચ ઓબ્ઝર્વર સહિત જનરલ ઓબ્ઝર્વર અને પોલીસ ઓબ્ઝર્વરની નિમણૂંક કરવામાં આવી છે. તાપી જિલ્લામાં મુક્ત અને ન્યાયી ચૂંટણી સંપન્ન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર કટીબધ્ધ છે.
અ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર આર.જે.વલવી, નાયબ ડી.ડી.ઓ ડી.એમ.ગોહિલ, મદદનીશ ખર્ચ ઓબ્ઝરવરશ્રી-171 વ્યારા બાબુભાઇ પરમાર, કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડાશ્રી ડૉ.સી.ડી.પંડ્યા, બેન્ક ઓફ બરોડાના મેનેજર વિનય પટેલ સહિત વિવિધ બેંકના મેનેજરશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other