ઓલપાડ તાલુકાની કોબા પ્રાથમિક શાળામાં બાળ દિનની ઉજવણી કરવામાં આવી
Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ભારતનાં પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુની જન્મજયંતિ બાળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જે ભારતમાં 1956થી દર વર્ષે 14 નવેમ્બરે ઉજવવામાં આવે છે. ઉજવણીનાં ભાગરૂપે ઓલપાડ તાલુકાની કોબા પ્રાથમિક શાળામાં રંગબેરંગી ફુગ્ગાઓ અને અન્ય સુશોભન વસ્તુઓથી શણગાર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે શાળાનાં આચાર્ય ડો.ધર્મેશ પટેલે નહેરુજીનાં જીવન વિશે બાળકોની સવિસ્તર માહિતી આપી હતી. બાળકોને બિસ્કીટ તથા ચોકલેટની લ્હાણી કરાવવામાં આવી હતી. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.