હળવદમા સ્વયમ સૈનિક દળ દ્વારા શોયૅ દિન નિમિત્તે રેલીનુ આયોજન કરાયું
(મયુર રાવલ દ્વારા, હળવદ) : હળવદમા મોરબી જિલ્લાના અને હળવદ તાલુકા સ્વયમ સૈનિક દળ (SSD) દ્રારા આયોજીત મહારાષ્ટ્ર ના પુણૅ નંદી નજીક ૧ જાન્યુઆરી ૧૮૧૮ ના દિવસે ૫૦૦ મહાર અનાથૅ
યોધ્ધાઓ, એ ૨૮૦૦૦ પેશ્વાઓને યુધ્ધ મા કચ્ચરઘાણ કરતા શોયૅ દિન ઉજવણી ના ભાગ રૂપે વિશાળ રેલી અને સમૂહ મા સલામી અને સભા નુ આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં દલિત સમાજ ના ભાઈ ઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા
સ્વયમ્ સૈનિક દળ(SSD) દ્વારા હળવદ મા રેલી સલામી તથા સભા નુ આયોજન મહારાષ્ટ્ર ના પુણે નજીક ભીમા નદી ના કિનારે 1 જાન્યુઆરી 1818 ના દિવસે 500 મહાર અનાર્ય યોદ્ધાઓએ 28000 પેશ્વાઓને યુદ્ધ મા કચ્ચરઘાણ કરી હરાવી પેશ્વા શાસન નો અંત કર્યો હતો તે દિવસ ને શોર્ય દિવસ તરીકે ઉજવવા સ્વયમ્ સૈનિક દળ(SSD) દ્વારા હળવદ મા આંબેડકરનગર થી શિસ્તબદ્ધ રીતે રેલી પ્રસ્થાન કરી ને ડો. બાબાસાહેબ આંબેડકર સર્કલ એ પ્રતિમા ને સ્વયમ્ સૈનિક દળ ના સૈનિકો દ્વારા ફુલહાર કરી સલામી આપવામા આવી હતી ત્યારબાદ સભા મા ભીમાકૌરેગાંવ ઇતિહાસ તથા બહુજન મહાનાયકો તથાગત બુદ્ધ જ્યોતિબા ફુલે સાવિત્રી બાઈ ફુલે શાહુજી મહારાજ પેરિયાર રામાસ્વામી માન્યવર કાંશીરામ સાહેબ ડો. બાબાસાહેબ આંબેડકર બિરસા મુંડા જેવા અનેક નાયકો ના જીવન સંઘર્ષ થી સમાજ ને વાફેક કરી ને સમાજ માંથી વ્યસન અંધશ્રદ્ધા કુરિવાજો મનુવાદી સંસ્કૃતિ થી દુર થાય તે વાત કરવામા આવી હતી કાયૅક્રમ ને સફળ બનાવવા માટે સ્વમય સૈનિક દળ ના સૈનિકો ઓ ભારે જહેમત ઉઠાવી હતી.