વ્યારા તથા નિઝર વિધાનસભા મત વિસ્તારમાં ચૂંટણી સંબંધી સમગ્ર પ્રવૃતિઓ પર દેખરેખ માટે જનરલ ઓબ્ઝર્વરશ્રી શિવ સહાય અવસ્થી (IAS) તથા પોલીસ ઓબ્ઝર્વરશ્રી નિમિત ગોયલ (IPS) ની નિમણુંક કરવામાં આવી

Contact News Publisher

જનરલ ઓબ્ઝર્વરશ્રી શિવ સહાય અવસ્થી (IAS) મો.9409864033/ 02626-299725, પોલીસ ઓબ્ઝર્વર શ્રી નિમિત ગોયલ મો. 9045178304 ઉપર ચૂંટણી સંબંધી કોઇ પણ રજુઆત કરી શકાશે

…………………………
માહિતી બ્યુરો,વ્યારા-તાપી તા.15 ભારતનાં ચૂંટણી આયોગ દ્વારા વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ યોજવાનું જાહેર કરેલ છે. ભારતનાં ચૂંટણી પંચ દ્વારા નિયત થયેલ કાર્યક્રમ મુજબ તાપી જિલ્લામાં ૧૭૧-વ્યારા (અ.જ.જા.) વિધાનસભા મત વિભાગ તથા ૧૭૨-નિઝર (અ.જ.જા.) વિધાનસભા મત વિભાગની વિધાનસભાની સામાન્ય ચૂંટણી આગામી તા.૦૧/૧૨/૨૦૨૨ નાં રોજ યોજાનાર છે. ચૂંટણી સંબંધી સમગ્ર પ્રવૃતિઓ પર દેખરેખ અને નિયંત્રણ માટે ભારતનાં ચૂંટણી પંચ તરફથી તાપી જિલ્લામાં ૧૭૧-વ્યારા (અ.જ.જા.) વિધાનસભા મત વિભાગ તથા ૧૭૨-નિઝર (અ.જ.જા.) વિધાનસભા મતવિસ્તાર માટે શ્રી શિવ સહાય અવસ્થી (IAS) જનરલ ઓબ્ઝર્વર તરીકે તથા પોલીસ ઓબ્ઝર્વર તરીકે શ્રી નિમિત ગોયલ (IPS)ની નિમણુંક કરવામાં આવી છે.

તાપી જિલ્લામાં ચૂંટણી સંબંધી સમગ્ર પ્રવૃતિઓ પર દેખરેખ અને નિયંત્રણ માટે. ૧૭૧-વ્યારા (અ.જ.જા.) વિધાનસભા મત વિભાગ તથા ૧૭૨-નિઝર (અ.જ.જા.) વિધાનસભામાં લોકસંપર્ક માટે જનરલ ઓબ્ઝર્વરશ્રી શિવ સહાય અવસ્થી (IAS) જેઓ હાલ વ્યારાના સર્કીટ હાઉસ ખાતે અંબીકા કક્ષમાં રોકાયેલ છે મો.9409864033 /02626-299725 ઉપર બપોરના 11:00 થી 12:00 દરમિયાન તાપી જિલ્લાના કોઈપણ વ્યક્તિ ચૂંટણી સંબંધી કોઈ રજૂઆત માટે તેઓનો સંપર્ક સાધી શકશે. આ સાથે પોલીસ ઓબ્ઝર્વરશ્રી નિમિત ગોયલ (IPS) મો.નં 9045178304 ઉપર ચૂંટણી સંબંધી કોઇ પણ પ્રવૃતિઓ વિશે રજુઆત કરી શકાશે.

વધુમાં જિલ્લા કલેક્ટર કચેરી તાપી ખાતે 24*7 મોનેટરિંગ સેલ ખાતે જાહેર નાગરીક/મતદારો માટે ટોલ ફ્રી નં 1800-233-1005 થતા 1950 પણ કાર્યરત કરવામાં આવેલ છે. એમ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, તાપીની અખબારી યાદીમાં જાણાવાયું છે

0000000000000000

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other