વ્યારાની જે. બી.એન્ડ એસ.એ.હાઇસ્કુલના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા ભવ્ય મતદાર જાગૃતિ સાઇકલ રેલી યોજાઇ
500થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો, મતદાન જાગૃતતાના સુત્રોચ્ચાર કર્યા
…………….
(માહિતી બ્યુરો વ્યારા-તાપી) તા.15: વિધાનસભાની સામાન્ય ચૂંટણી-2022 અંતર્ગત તાપી જિલ્લામાં તા.1 ડિસેમ્બરે મતદાન થનાર છે ત્યારે જિલ્લાના મતદારો વધુમાં વધુ મતદાન કરી લોકશાહીના પર્વમાં ઉમેળકાભેર સહભાગી થાય અને મુક્ત મને મતદાન કરી શકે તેવા સક્રિય પ્રયાસો જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર સુશ્રી ભાર્ગવી દવેના માર્ગદર્શન હેઠળ થઇ રહ્યા છે. ત્યારે વિવિધ શાળા અને કોલેજોના વિદ્યાર્થીઓ દ્વારા સ્વીપ એક્ટીવીટી દ્વારા જાહેર જનતાને મતદાન કરવા પ્રેરિત કરતી અવનવી પ્રવૃતિઓ યોજાઇ રહી છે. જેમાં આજે વ્યારા સ્થિત જે. બી.એન્ડ એસ.એ.હાઇસ્કુલના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા ભવ્ય મતદાર જાગૃતિ સાઇકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લગભગ 500થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સાઇકલ રેલી સમગ્ર વ્યારા નગરમાં ભ્રમણ કરી મતદાન જાગૃતતાના સુત્રોચ્ચાર કર્યા હતા.
00000000000