તાપી જિલ્લામાં આજરોજ ઉમેદવારી પત્રો ભરવાના અંતિમ દિવસે બંને સીટ ઉપર કુલ- ૨૫ ફોર્મ ભરાયા
૧૭૧-વ્યારા (અ.જ.જા.) બેઠક માટે આજરોજ ઉમેદવારી કરવાના અંતિમ દિવસે કુલ- ૧૩ ફોર્મ ભરાયા જ્યારે ૧૭૨- નિઝર ( અ.જ.જા.) બેઠક માટે કુલ ૧૨ ફોર્મ ભરાયા
(માહિતી બ્યુરો વ્યારા-તાપી) તા.૧૪ઃ વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત તાપી જિલ્લામાં આવેલ
૧૭૧-વ્યારા (અ.જ.જા.) બેઠક માટે ઉમેદવારી કરવાના અંતિમ દિવસે કુલ- ૧૩ ફોર્મ ભરાયા હતા. જે પૈકી ચૂંટણી અધિકારી,વ્યારા તરફથી મળેલી વિગતો અનુસાર ઉમેદભાઈ ભીમસીંગભાઈ ગામીત-અપક્ષ, સુનિલભાઈ નાગજીભાઈ ગામીત—ભારતીય ટ્રાઈબલ પાર્ટી, બિપિનચંદ્ર ખુશાલભાઈ ગામીત- આમ આદમી પાર્ટી, સુનિલભાઈ છીતુભાઈ ચૌધરી-આમ આદમી પાર્ટી, કોંકણી મોહનભાઈ ઢેડાભાઈ- કુલ-૪ ફોર્મભારતીય જનતા પાર્ટી,ગામીત નીતીનભાઈ નીમાભાઈ- કુલ-૨ ફોર્મ- ભારતીય જનતા પાર્ટી, રાકેશભાઈ ગામીત-બહુજન સમાજ પાર્ટી, જીમીકુમાર પટેલ-અપક્ષ, બિપીનભાઈ ગોવિંદભાઈ ગામીત- અપક્ષ ઉમેદવાર મળીને કુલ ૧૩ ફોર્મ ભરાયા હતા. જેમાં પક્ષવાર જોઈએ તો ભારતીય જનતા પાર્ટી- ૬ ફોર્મ,અપક્ષ-૩ ફોર્મ,આમ આદમી પાર્ટી-૨ ફોર્મ,એક ભારતીય ટ્રાઈબલ પાર્ટી,એક બહુજન સમાજ પાર્ટીના ઉમેદવારે ફોર્મ રજુ કર્યું હતું.
જ્યારે ૧૭૨- નિઝર ( અ.જ.જા.) બેઠક માટે ચૂંટણી અધિકારી નિઝર તરફથી મળેલી વિગતો મુજબ આજરોજ કુલ ૧૨ ફોર્મ ભરાયા હતા. જે પૈકી મનીષભાઈ પ્રકાશભાઈ વસાવા-અપક્ષ,જીજ્ઞેશકુમાર દિલિપભાઈ ગામીત- આમ આદમી પાર્ટી,સ્નેહલતાબેન પરેશભાઈ વસાવા-અપક્ષ,જયરામભાઇ ચેમાભાઈ ગામીત—કુલ-૪ ફોર્મ ભારતીય જનતા પાર્ટી,સૂરજભાઈ દાસુભાઈ વસાવા- ૨ ફોર્મ- ભારતીય જનતા પાર્ટી,સુનિલભાઈ રતનજીભાઈ ગામીત – ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ, પ્રવિણાબેન સુનિલભાઈ ગામીત- ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ,વિનાભાઈ બાબલાભાઈ ગામીત-અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી. નિઝર સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીએ ૬ ફોર્મ,અપક્ષ-૩, ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ-૨ અને એક આમ આદમી પાર્ટીએ ફોર્મ રજુ કર્યું હતું. આમ બંને સીટ ઉપર અંતિમ દિવસે કુલ ૨૫ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા.
૦૦૦૦૦૦૦