મતદારોને ધાક-ધમકી કે પ્રલોભનો અંગે ફરિયાદ નોંધાવા જિલ્લામાં ૨૪*૭ ટોલ-ફ્રી નંબર કાર્યરત

Contact News Publisher

નાગરિકો ટોલ ફ્રી નંબર ૧૮૦૦-૨૩૩-૧૦૦૫ ઉપર ફરીયાદ નોંધાવી શક્શે
………………………….
માહિતી બ્યુરો,વ્યારા-તાપી તા.13 ભારતનાં ચૂંટણી આયોગ દ્વારા વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ યોજવાનું જાહેર કરેલ છે. તે મુજબ તાપી જિલ્લામાં તા.૦૧/૧ર/૨૦૨૨નાં રોજ મતદાન થનાર છે.જેમાં ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોઇપણ વ્યક્તિને તેના મતાધિકારનો ઉપયોગ કરવા પ્રલોભન આપવાના ઉદ્દેશથી, ચૂંટણી પ્રક્રિયા દરમિયાન રોકડ કે વસ્તુ સ્વરૂપે કોઇપણ લાંચ લેતી કે આપતી કોઇપણ વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૭૧-ખ મુજબ એક વર્ષ સુધીની કેદ અથવા દંડની અથવા બંને શિક્ષાને પાત્ર છે.
વધુમાં, કોઇપણ ઉમેદવાર કે મતદાર કે અન્ય કોઇપણ વ્યક્તિને કોઇપણ પ્રકારની ઇજા પહોંચાડવાની ધમકી આપતી કોઇપણ વ્યક્તિ, ભારતીય દંડ સંહિતાની કલમ-૧૭૧-ગ મુજબ એક વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને શિક્ષાને પાત્ર છે. લાંચ આપનાર કે લેનાર બંને સામે કેસ નોંધવા તેમજ મતદારોને ધાક-ધમકી આપવામાં સામેલ વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવા માટે ફ્લાઇંગ સ્કવોડ ઉભી કરવામાં આવી છે. આથી તમામ નાગરિકોને કોઇપણ પ્રકારની લાંચ નહીં લેવા અને કોઇપણ વ્યક્તિને લાંચ લેવાનું કહે અથવા લાંચ વિશે કોઇપણ પ્રકારની જાણકારી મળે અથવા મતદારોને ધાક-ધમકી અપાયાના કિસ્સાની જાણ થાય તો, તે અંગે ફરિયાદ નોંધવવા માટે તાપી જિલ્લામાં ૨૪*૭ ફરિયાદ દેખરેખ-નિયંત્રણ એકમનાં ટોલ-ફ્રી નંબર ૧૮૦૦-૨૩૩-૧૦૦૫ પર જાણ કરવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રીની અખબારી યાદીમાં જાણાવાયું છે.
૦૦૦૦૦૦૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other