તાપી જિલ્લાના વ્યારા તથા નિઝર વિધાનસભા મત વિસ્તાર માટે શ્રી આનંદ કુમારે ચૂંટણી ખર્ચ નિરીક્ષક તરીકે હવાલો સંભાળ્યો

Contact News Publisher

ચૂંટણી ખર્ચ ઉપર દેખરેખ રાખવા ઇન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટનો કંટ્રોલ રૂમ પણ (૨૪*૭) કાર્યરત
…………………………
માહિતી બ્યુરો,વ્યારા-તાપી તા.13 આગામી ભારતનાં ચૂંટણી આયોગ દ્વારા વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ યોજવાનું જાહેર કરેલ છે. ભારતનાં ચૂંટણી પંચ દ્વારા નિયત થયેલ કાર્યક્રમ મુજબ ૧૭૧-વ્યારા (અ.જ.જા.) વિધાનસભા મત વિભાગ તથા ૧૭૨-નિઝર (અ.જ.જા.) વિધાનસભા મત વિભાગની વિધાનસભાની સામાન્ય ચૂંટણી આગામી તા.૦૧/૧૨/૨૦૨૨ નાં રોજ યોજાનાર છે. ચૂંટણી સંબંધી પ્રવૃતિઓ પર દેખરેખ અને નિયંત્રણ માટે ભારતનાં ચૂંટણી પંચ તરફથી અત્રેનાં જિલ્લામાં ૧૭૧-વ્યારા (અ.જ.જા.) વિધાનસભા મત વિભાગ તથા ૧૭૨-નિઝર (અ.જ.જા.) વિધાનસભા મત શ્રીઆનંદ કુમારની નિમણૂંક ચૂંટણી ખર્ચ નિરીક્ષક તરીકે કરવામાં આવેલ છે. તેઓશ્રીએ તાપી જિલ્લાનો હવાલો સંભાળી લીધેલ છે. વધુમાં, ચૂંટણી ખર્ચ ઉપર દેખરેખ રાખવા ઇન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટનો કંટ્રોલ રૂમ પણ (૨૪*૭) ચાલુ કરવામાં આવેલ છે. ૧૭૧-વ્યારા (અ.જ.જા.) વિધાનસભા મત વિભાગ તથા ૧૭૨-નિઝર (અ.જ.જા.) વિધાનસભા મતમાં ચૂંટણી ખર્ચ સંબંધી બાબતો માટે ચૂંટણી ખર્ચ નિરીક્ષકશ્રી શ્રી આનંદ કુમાર મો. ૯૪૭૭૩૩૧૯૦૯ તથા ઇન્કમટેક્ષ કંટ્રોલ રૂમ ફોન નં ૧૮૦૦-૫૯૯૯-૯૯૯૯ ચૂંટણી સંબંધી કોઇ પણ પ્રવૃતિઓ વિશે જાણકારી મેળવી અથવા આપી શકાશે. એમ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી તાપીની અખબારી યાદીમાં જાણાવાયું છે.
0000000000000000

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other