ઔદ્યોગિક તાલીમ કેન્દ્ર ઉચ્છલ ખાતે વિધાનસભા ચુંટણી-૨૦૨૨ અંતર્ગત વિવિધ સ્વીપ એક્ટિવિટી દ્વારા મતદાન જાગૃતતા આણવાનો પ્રયાસ
(માહિતી બ્યુરો,વ્યારા-તાપી) તા. 12 તાપી જિલ્લાના ઔદ્યોગિક તાલીમ કેન્દ્ર ઉચ્છલ ખાતે વિધાનસભા ચુંટણી ૨૦૨૨ અન્વ્યે મતદાન અંગે જાગૃતતા આણવા વિવિધ સ્વીપ એક્ટીવીટીઝના કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. જેના ભાગ રૂપે તાજેતરમાં સંસ્થાના આચાર્યશ્રીના માર્ગદર્શન હેઠળ રંગોળી સ્પર્ધા, નાટીકા તેમજ ગીત, સંગીત કાર્યક્રમનુ આયોજન કરવામાં હતુ. જેમાં સંસ્થાનાં કર્મચારીશ્રીઓ તેમજ તાલીમાર્થીઓ અને અન્ય નાગરીકો સાથે કુલ ૨૯૩ લોકોએ ઉત્સાહપુર્વક ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં નોડલ અધિકારીશ્રી તેમજ કાર્યક્રમનાં લાયઝન અધીકારી શ્રીમતી પ્રિતીબેન રાણા જોડાઇ ઉપસ્થિત તમામને આપિલ કરતા જાણાવ્યું હતુ કે, ઉચ્ચલ તાલુકામાંથી વધુમાં વધુ મતદાન થાય, દરેક મતદાર પોતાના મતાધિકારનો યોગ્ય ઉપયોગ કરે. મતદાનની જાગૃતિ લાવવાના પ્રયાસ માટે મતદાન જાગૃતિ કાર્યક્રમ ઉજવાય છે તો તમામ નાગરિકોને તેમણે ભારપુર્વક આ જાગૃતિ અભિયાનમાં જોડાઇ લોકશાહીના આ આવસરને ઉજવવા આગ્રહ કર્યો હતો.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦