વ્યારા વિધાનસભા સીટ ઉપર આજે ૪ ફોર્મનું વિતરણ : નિઝર સીટ ઉપર કુલ ૪ ઉમેદવારોએ ૬ ફોર્મ રજુ કર્યા

Contact News Publisher

(માહિતી બ્યુરો વ્યારા- તાપી)  તા.૧૧- તાપી જિલ્લામાં આજરોજ ચૂંટણી અધિકારીશ્રીઓના જણાવ્યા મુજબ ૧૭૧ વ્યારા (અ.જ.જા.) સીટ ઉપર આજે ૪ ફોર્મ વિતરણ થયા હતા. જેમાં આમ આદમી પાર્ટી ના એક ઉમેદવારના ૨ ફોર્મ અને એક અપક્ષ ઉમેરવારના ૨ ફોર્મ મળી કુલ ૪ ફોર્મનું વિતરણ કરાયું હતું.
જ્યારે ૧૭૨- નિઝર (અ.જ.જા.) સીટ ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવાર અરવિંદભાઈ સીંગા ભાઈ ગામીતે ૩ ફોર્મ રજુ કર્યા હતા. જયારે ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસના ઉમેદવાર પ્રવિણાબેન સુનિલભાઈ ગામીત,સુનિલભાઈ રતનજીભાઈ ગામીત અને ભીલાભાઈ ડુળીયાભાઈ ગામીતે એક એક ફોર્મ રજુ કરતા ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસ તરફથી ૩ ફોર્મ રજુ થયા હતા.
૧૭૧ –વ્યારા (અ.જ.જા.) સીટ ઉપર એકપણ ઉમેદવારે ફોર્મ ભર્યું ન હતું જ્યારે ૧૭૨ – નિઝર (અ.જ.જા.) સીટ ઉપર કુલ- ૪ ઉમેદવારોએ ૬ ફોર્મ રજુ કર્યા હતા.
૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other