નેત્રંગ કોલેજના છાત્રોએ એસટી બસના પ્રશ્નેે આંદોલનની ચીમકી ઉચ્ચારી
બસની સુવિધાના મળતા વિધાથીૅઓને હાડમારી
વિધાથીૅઓને જીવના જોખમે ખાનગી વાહનનો સહારો લેવાનો વારો
(દિવ્યાંગ મિસ્ત્રી દ્વારા, નેત્રંગ) : નેત્રંગ કોલેજના છાત્રોને એસટી બસના પ્રશ્નેે આંદોલનની ચીમકી ઉચ્ચારતા ચકચાર મચી પામી છે,
પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ તાલુકા મથકે સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ કાયૅરત છે,જે કોલેજમાં નમૅદા જીલ્લાના ડેડીયાપાડા અને ઝઘડિયા-વાલીયા તાલુકામાંથી મોટી સંખ્યામાંના આદિવાસી વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવે છે,ત્યારે તેમને સમયસર પહોંચવા માટે એસટી બસ ની સુવિધાઓ નથી અને જે બસની સુવિધા છે એના મોટા ભાગના બસના ચાલકો સ્થળે પોતાની મનસ્વી રીતે બસ થોભાવતા નથી અને વિદ્યાર્થીઓ ને જોઈને બસ હંકારી મૂકે છે,જેને પગલે વિદ્યાર્થીઓ પોતાના ઘરે ખાનગી વાહનોમાં મોડી સાંજે ઘરે પહોંચતા હોય છે,જેની વિપરીત અસર વિધાથીૅઓના અભ્યાસ કાયૅ ઉપર પડી રહી છે.
જેમાં સરકારી આદિવાસી વિસ્તારના વનબંધુ કલ્યાણ યોજના હેઠળ એસ.ટી.બસ ચલાવે છે તો શું આ સેવા ફક્ત કાગળ પર ચલાવવામાં આવે છે તેવા સવાલો ઉઠ્યા છે,શું સરકાર નથી ચાહતી કે આદિવાસી વિદ્યાર્થીઓ ભણી ગણીને આગળ વધે તો સરકારની એસટી નિગમના અધિકારીઓને આ સમસ્યાનું નિરાકરણ નહીં લાવે તો કોલેજના તમામ વિદ્યાર્થીઓ ને સાથે રાખી ભરૂચ યુથ કોંગ્રેસના પ્રમુખ શેરખાન પઠાણે રસ્તા રોકો આંદોલન કરીને રસ્તા પર ઉતરીને માર્ગ બંધ કરી દેવાની ફરજ પડશે,જેની તમામ જવાબદારી તંત્રની રહેશે જો આ રજૂઆતથી ડેપો મેનેજર કે તંત્ર દ્વારા વિદ્યાર્થીઓ માટે બસ થોભાવામાં નહી આવે તો ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારતા મામલો ગરમાયો હતો,જ્યારે આ બાબતે એસટી વિભાગ અને જવાબદાર લોકો શું કરશે,તે જોવું રસપ્રદ રહેશે.