આવતીકાલે નાગરિકોને મતદાન માટે પ્રોત્સાહિત કરવા મિશન-૨૦૨૨ : ‘અવસર રથ’ ભ્રમણ કરી લોકોને મતદાન કરવા જાગૃત કરશે
તાપી જિલ્લામાં નિઝર વિધાનસભા મતદાર વિસ્તારોમાં અને 12 નવેમ્બરના રોજ વ્યારા વિધાનસભા મતદાર વિસ્તારમાં અવસર રથ’ ભ્રમણ કરી લોકોને મતદાન કરવા જાગૃત કરશે
……………………
માહિતી બ્યુરો,વ્યારા-તાપી તા.11 ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨માં નાગરિકો ઉત્સાહભેર મતદાન કરવા પ્રેરાય એવા ઉદ્દેશથી ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી દ્વારા ‘અવસર લોકશાહીનો’ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત તાપી જિલ્લામાં આજે તા.૧૨-૧૧-૨૦૨૨ના રોજ ૧૭૨ નિઝર (અ.જ.જા)વિધાનસભા મતદાર વિસ્તારોમાં અને ૧૩ નવેમ્બરના રોજ ૧૭૧ વ્યારા(અ.જ.જા)વિધાનસભા મતદાર વિસ્તારમાં ‘અવસર રથ’ ભ્રમણ કરી લોકોને મતદાન કરવા જાગૃત કરશે અને વધુમાં વધુ મતદાન કરવા તાપીવાસીઓને પ્રેરીત કરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ‘અવસર લોકશાહીનો’ મિશન-૨૦૨૨’ અંતર્ગત મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીની કચેરી દ્વારા ઓછુ મતદાન થવા પાછળના સંભવિત કારણો શોધીને સુધારાત્મક ઉપાયો કરવામાં આવ્યા છે. એટલું જ નહીં આગામી ચૂંટણીમાં આવા મતદાન મથકો ઉપર મતદાનની ટકાવારી વધે તે માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જે અન્વયે ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં બે-બે દિવસ “અવસર રથ” ભ્રમણ કરી લોકોને મતદાન કરવા પ્રેરીત કરી રહ્યા છે. આ કાર્યક્રમ અન્વયે તાપી જિલ્લામાં જિલ્લા ચૂંટણી અધિકારી સુશ્રી ભાર્ગવી દવેના સફળ માર્ગદર્શન હેઠળ આજથી બે દિવસ ‘અવસર રથ’ વિવિધ વિસ્તારોમાં ફરશે અને લોકોને મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરશે.
*જેમાં નિઝર મત વિસ્તારો ખાતે તા.12-11-22ના રોજ અવસર રથ સવારે 09.00 વાગ્યે 342 માળ, 60 ગુજ્જરપુર, 103 મુબારક પુર-1, 105 નીઝર-1, 106 નીઝર-2, 108 નિઝર-4, 110 નિઝર-6, નિભોરા ફૂલવાળી-3 (કુકરમુંડા-3).*
*જ્યારે વ્યારા મત વિસ્તારોમાં તા.13-11-22ના રોજ અવસર રથ કાનપુરા-3, પાનવાડી-2, વ્યારા-19, વ્યારા-18, વ્યારા-12, ઉંચામાળા-6, ઉંચામાળા-5, ઉંચામાળા-7 મતદાન મથકો ખાતે અવસર રથ ભ્રમણ કરશે.*
તાપીમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં મતદારોની મતદાન પ્રત્યેની નિરસતા દૂર કરીને જિલ્લા શિક્ષણાધિકારી અને સ્વીપ નોડલ અધિકારી ધારા પટેલના નેતૃત્વ હેઠળ વિવિધ રચનાત્મક કાર્યક્રમો દ્વારા મતદાન પ્રત્યેની જાગૃતિ વધારવા માટે સ્વીપ્ટ એક્ટીવીટીઝ અંતર્ગત સવિશેષ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જે અન્વયે તા.૧૨/૧૧/૨૦૨૨ સવારે ૧૦:૦૦ પ્રા.શા. હિંદલા ખાતે, બપોરે ૦૧.૦૦ કલાકે બજાર વિસ્તાર, જુના બસ સ્ટેન્ડ પાસે, નિઝર ખાતે અને બપોરે ૦૩:૩૦ ક્લાર્ક બજાર વિસ્તાર, ગ્રામ પંચાયત ભવન પાસે, ફુલવાડી શેરી નાટકનું અયોજન કરવામાં આવેલ છે.
000000000