ઉમેદવારી ફોર્મ ભરવા આવતી વખતે વાહનો તથા વ્યક્તિઓની સંખ્યા પર નિયમન અંગે જાહેરનામુ

Contact News Publisher

(માહિત બ્યુરો,વ્યારા-તાપી) તા.11 વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨નો ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયેલ છે અને તે મુજબ આગામી વિધાનસભાની સામાન્ય ચુંટણી-2022 અગામી તા.01-12-2022 અને તા.05-12-2022ના રોજ થનાર છે તે મુજબ ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન આદર્શ આચારસંહિતાનો અમલ કરવા અંગે ઉમેદવારી પત્રો ભરવા માટે ઉમેદવારો તથા તેમના સમર્થકોને સંબંધિત ચુંટણી અધિકારીઓ તથા મદદનીશ ચુંટણી અધિકારીઓની કચેરીમાં જવાનું થશે.જે અંગે તા.૦૫/૧૧/૨૦૨૨ થી ઉમેદવારી પત્ર ભ૨વા માટે આવતા તથા ચૂંટણી પ્રમાણપત્ર લેવા માટે આવતા લોકો તથા તેમના વાહનો ૫ર પ્રતિબંધ મૂકવો જરૂરી જણાય છે.

આથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ આર.જે.વલવી, તાપી-વ્યારા દ્વારા ફોજદારી કાર્યરીતિ અિધિનયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ હેઠળ મળેલ સત્તાની રૂએ તાપી જિલ્લાના સમગ્ર વિસ્તા૨માં કોઇ પણ ઉમેદવાર તેમના ઉમેદવારી પત્રો ભરવા માટે સબંધિત ચૂંટણી અધિકારીશ્રી અથવા મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીની કચેરીમાં જાય ત્યારે તેમની કચેરીના ૧૦૦ મીટ૨ના આસપાસના વિસ્તારમાં ત્રણ વાહનથી વધુ વાહનો સાથે જઈ શકશે નહી તેમજ સબંધિત ચૂંટણી અધિકારીની કચેરીમાં ઉમેદવાર તથા તેમના વધુમાં વધુ ચા૨ સમર્થકો મળી કુલ-૫(પાંચ) વ્યકિતઓથી વધુ વ્યકિતઓ સબંધિત અધિકારીની ચેમ્બરમાં જઈ શકશે નહી. વિજેતા ઉમેદવાર ચૂંટણી પ્રમાણપત્ર લેવા આવે ત્યારે પણ આ સુચના લાગુ પડશે. આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન ક૨ના૨ વ્યક્તિ ભા૨તીય દંડ સંહિતા કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.આ જાહેરનામું આગામી તા.૧૦/૧૨/૨૦૨૨ સુધી અમલમાં રહેશે.
000000000000000

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other