વ્યારા અને નિઝર વિધાનસભા મતદાર વિભાગ માટે એક-એક ઉમેદવારે ફોર્મ ભરાયા
(માહિતી બ્યુરો વ્યારા -તાપી.) તા.10: ગુજરાત રાજ્ય વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત તાપી જિલ્લામાં આજે તા.૧૦/૧૧/૨૦૨૨ રોજ ૧૭૧ વ્યારા(અ.જ.જા)વિધાનસભા મતદાર વિભાગ માટે કરંજવેલ, તા.વ્યારાના રહેવાસી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના ગામીત પુનાભાઈ ઢેડાભાઈ અને લખાલી, તા.વ્યારાના રહેવાસી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના ગામીત રામભાઈ હરીલાલે ૧૭૧-વ્યારા(અ.જ.જા) વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અધિકારી વ્યારાને ઉમેદવારી પત્ર જમા કરાવેલ છે.
જ્યારે ૧૭૨ નિઝર (અ.જ.જા)વિધાનસભા મતદાર વિભાગ માટે ખોરદા ગામ નિઝર તાલુકાના રહેવાસી અને ભારતીય ટ્રાઇબલ પાર્ટીના ઉમેદવાર શ્રી સમીરભાઇ જનકભાઇ નાઇકે ઉમેદવારી પત્ર ચૂંટણી અધિકારી ૧૭૨-નિઝર(અ.જ.જા) વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અધિકારી નિઝર, જિ.તાપીને જમા કરાવેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભા ચૂંટણી – ૨૦૨૨ અંતર્ગત તાપી જિલ્લામાં આગામી તા. ૦૧ ડિસેમ્બરના રોજ મતદાન થનાર હોવાથી રાજકીય પાર્ટીઓના ઉમેદવારો ઉત્સાહભેર ઉમેદવારી નોંધાવી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, ગુજરાત વિધાનસભા ચૂંટણી-2022- અંતર્ગત તાપી જિલ્લામાં તા.૧૪/૧૧/૨૦૨૨ સુધી (જાહેર રજા સિવાય) સવારના ૧૧ ૦૦થી બપોરના ૩-૦૦ વાગ્યા વચ્ચે કોરા નામાંકન પત્ર મેળવી ભરાયેલ નામાંકન પત્ર રજુ કરી શકાય છે. તથા તા.૧૭/૧૧/૨૦૨૨નાં બપોરના ૩:૦૦ કલાક પહેલા ઉમેદવારી પરત ખેંચી શકાશે એમ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી તરફથી જણાવાયું છે.
00000000000