તાપી જિલ્લાના મુખ્ય મથક ખાતે સ્વીપ એક્ટીવીટીઝ અંતર્ગત મતદાન જાગૃતિ રેલી યોજાઇ
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર સુશ્રી ભાર્ગવી દવે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડીયા અને જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ પટેલે ફ્લેગ ઓફ કરી રેલીને પ્રસ્થાન કરાવ્યું
……………
કે.કે.કદમ કન્યા વિદ્યાલય, જે.બી.એન્ડ એસ.એ હાઇસ્કુલ અને કે.બી પટેલ સ્કુલ મળી 1500થી વધુ વિદ્યાર્થીઓ રેલીમાં જોડાયા
……………
માહિતી બ્યુરો વ્યારા -તાપી. તા.10: ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી૨૦૨૨ ની જાહેરાત કરવામાં આવેલ છે. જેમાં તાપી જિલ્લા સહિત વિવિધ જિલ્લાઓમાં આગામી ૧લી ડિસેમ્બર,૨૦૨૨ના રોજ પ્રથમ તબક્કોનું તેમજ પમી ડિસેમ્બર,૨૦૨૨ના રોજ બીજા તબક્કાનુ મતદાન યોજાનાર છે. વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022 દરમિયાન સમગ્ર રાજ્યમાં મહત્તમ મતદાન થાય, સમાજના દરેક વર્ગો તેમના મતદાન હકનો અચૂક રીતે ઉપયોગ કરે, નૈતિક મતદાનને સતત પ્રોત્સાહન મળે તે માટે મતદાનના દિન સુધી સમગ્ર રાજ્યમાં સ્વીપ એક્ટીવીટીઝ અંતર્ગત અવેરનેસ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે આજે સમગ્ર તાપી જિલ્લામાં નાગરિકોને જાગૃત કરવા સ્વીપ પ્રવૃતિઓ અન્વયે તાપી જિલ્લા ચૂંટણી અધિકારી સુશ્રી ભાર્ગવી દવેના માર્ગદર્શન હેઠળ તાપી જિલ્લાના મુખ્ય મથક ખાતે સ્વીપ એક્ટીવીટીઝ અંતર્ગત મતદાન જાગૃતિ રેલી યોજાઇ હતી. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર સુશ્રી ભાર્ગવી દવે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડીયા અને જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ પટેલે ફ્લેગ ઓફ કરી રેલીને પ્રસ્થાન કરાવી હતી. જેમાં કે.કે.કદમ કન્યા વિદ્યાલય, જે.બી.એન્ડ એસ.એ હાઇસ્કુલ અને કે.બી પટેલ સ્કુલ મળી 1500થી વધુ વિદ્યાર્થીઓ રેલીમાં જોડાયા હતા. .આ રેલી દ્વારા જાહેરજનતાને અને ખાસ યુવા યુથને જાગૃત કરવાની કામગીરી કરવામાં આવી હતી. આમ તાપી જિલ્લામાં સ્વીપ એક્ટિવિટિઝ અંતર્ગત જુદા જુદા પ્રકારની જનજાગૃતિની પ્રવૃતિઓ સરાહનીય રીતે કરવામાં આવી રહી છે.
આ પ્રસંગે તાપી જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી સુશ્રી ભાર્ગવી દવેએ તાપી વાસીઓને સંદેશો આપતા જાણાયું હતું કે લોકશાહીના અવસર પર વિધાનસભા સામાન્ય ચુંટણી-2022માં તાપી જિલ્લામાં પ્રથમ ચરણ એટલે કે 1લી ડિસેમ્બર-2022ના રોજ મતદાન યોજાવાનું છે. ત્યારે આ લોકશાહીના પાવન અવસરને લોકો સુધી પહોચડવા અને મતદાન અંગે લોકોમાં જાગૃતિ લાવવા સ્વીપ એક્ટિવિટીના ભાગરૂપે જેમાં કે.કે.કદમ કન્યા વિદ્યાલય, જે.બી.એન્ડ એસ.એ હાઇસ્કુલ અને કે.બી પટેલ સ્કુલ મળી 1500થી વધુ વિદ્યાર્થીઓ રેલીમાં જોડાઇને મતદાન જાગૃતિ માટેનો સંદશો આપ્યો છે. વધુમાં કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે આ વિદ્યાર્થીઓ ખાસ કરીને યુવા મતદારોને આકર્ષિત કરશે. અને સૌ તાપી નગરવાસીઓને 1લી ડિસેમ્બરે મતદાન કરવા માટે જાહેર અપિલ કરી હતી.
આ પસંગે જિલ્લા શિક્ષણાધિકારી અને સ્વીપ નોડલ અધિકારી ધારા પટેલ ,વ્યારા મામલતદારશ્રી એચ.જે સોલંકી,શિક્ષણ વિભાગના હર્ષાબેન, ગોવિંદ ગંગોડા, કે.કે.કદમ કન્યા વિદ્યાલયના પ્રિન્સિપાલ શ્રીમતી સંગીતા ચૌધરી, જે.બી.એન્ડ એસ.એ હાઇસ્કુલ વિદ્યાલયના પ્રિન્સિપાલશ્રી નરેશભાઇ ગામીત, અને કે.બી પટેલ સ્કુલના પ્રિન્સિપાલ વૈશાલી પરમાર, તથા શાળા પરિવારના તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં આ રેલીમાં જોડાયા હતા.
00000000000