તાપી : વાલોડમાં 14 વર્ષીય બાળકી સાથે છેડતી : પોલીસે દાખલ કર્યો ગુનો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વાલોડનાં વાલોડ વિધ્યાપીઠ પાસે આવેલ નહેર પાસે અંધારામાં લઇ જઇ સગીર બાળકી સાથે અડપલા કરી છેડતી કરનાર વિજયભાઇ ભીખાભાઇ ભરવાડ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ.
વાલોડ પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત માહિતી અનુસાર ગત્ તા. 30/10/2022નાં રોજ રાત્રે 7 થી 8 વાગ્યાનાં અરસામાં વાલોડનાં ગણેશ ફળિયામાં રહેતા વિજયભાઇ ભીખાભાઇ ભરવાડે ફરિયાદ આપનારનીની છોકરી ઉ.વ.૧૪ તથા ફરિયાદીની પૌત્રી ઉ.વ.૩ ને મોટર સાયકલ ઉપર ફરવા લઇ જાવુ છુ તેવુ કહી લોભ લાલચ આપી કાયદેસરના વાલી પણામાંથી અપહરણ કરી પોતાની સાથે વાલોડ વિધ્યાપીઠ પાસે આવેલ નહેર પાસે અંધારામાં લઇ જઇ સગીર છોકરી ઉ.વ.૧૪ ના છાતીના ભાગે તથા જાંઘ ઉપર હાથ ફેરવી કિસ કરવા તથા શરીર સબંધ બાંધવા બળ જબરી કરેલ અને આ વાતની જાણ કોઇને કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી સગીર છોકરી સાથે છેડતી કરી ગુનો આચરતા વાલોડ પોલીસે ફરિયાદ આધારે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરાઈ છે. આ કેસની વધુ તપાસ એમ એ સુમરા સર્કલ પો.ઇ. વ્યારા કરી રહ્યા છે.