મતદાનના દિવસે વાહનોના ઉપયોગ પર નિયંત્રણ રાખવા અંગે જાહેરનામુ બહાર પડાયુ

Contact News Publisher

(મહિતીબ્યુરો,વ્યારા-તાપી) તા.09 ભારતનાં ચૂંટણી આયોગ દ્વારા વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ યોજવાનું જાહેર કરેલ છે. તે મુજબ તાપી જિલ્લામાં તા.૦૧/૧ર/૨૦૨૨નાં રોજ મતદાન થનાર છે. જેનાં અનુસંધાને મતદાનના દિવસે વાહનોના ઉપયોગ ઉપર દેખરેખ રાખવા અને મતદારો માટે વાહનોનો દુરૂપયોગ કરી મતદારોને અયોગ્ય રીત રીઝવી ન શકાય તે હેતુથી અને જો આમ કરવામાં ન આવે તો તેમનાં પ્રતિસ્પર્ધી ઉમેદવારો તથા જનસામાન્ય તરફથી સાચી ખોટી ફરીયાદો ઉપસ્થિત થવા અને એકબીજા જુથો વચ્ચે મનદુ:ખ અને ઘર્ષણ ઉભુ થવાની સંભાવના તેમજ સુલેહશાંતીનો ભંગ થવા સંભવ રહે છે. જે અટકાવવા તેમજ ઉક્ત ચૂંટણી દરમ્યાન મતદાનના દિવસે વાહનોના દુરૂપયોગ પર નિયંત્રણ કરવા હેતુ સારુ સાવચેતીના પગલા લેવા અનિવાર્ય જણાતા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી,તાપી આર.જે.વલવી દ્વારા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ની (૧૯૭૪નો બીજો અધિનિયમ)ની કલમ-૧૪૪ અન્વયે મળેલ સતાની રૂઈએ આથી ફરમાવેલ છે કે, કોઈપણ રાજકીય પક્ષો કે બિનરાજકીય પક્ષો તેમનાં ઉમેદવારો અગર અપક્ષ ઉમેદવારો કે તેઓના ચૂંટણી એજન્ટ દ્વારા અથવા તેઓની સહમતિથી બીજા કોઈ વ્યક્તિ દ્ઘારા મતદાનના દિવસે, મતદારોને મતદાન મથક સુધી લાવવા અને મતદાન મથકથી લઈ જવાની મફત સગવડ માટે વાહનો ભાડે રાખવા કે મેળવવા અથવા એ રીતે વાહનોનો ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે.
કોઇ રાજકીય પક્ષો કે બીજ રાજકીય પક્ષો કે તેમના ઉમેદવારો અગર અપક્ષ ઉમેદવારો કે તેઓના ચૂંટણી એજન્ટ ધ્વારા અથવા તેમની સહમતીથી બીજી કોઇ પણ વ્યકિત દ્વારા મતદાનના દિવસે. મતદારોને મતદાન મથક સુધી લાવવા અને મતદાન મથક ખાતેથી લઇ જવાની મફત સગવડ માટે વાહનો ભાડે રાખવા કે મેળવવા અથવા એ રીતે વાહનોનો ઉપયોગ ક૨વા ઉપર પ્રતિબંઘ ફરમાવવામાં આવે છે. આગામી વિધાનસભાની સામાન્ય ચૂટણી-૨૦૨૨ દ૨મ્યાન ઉમેદવાર પોતાના ઉપયોગ માટે સમગ્ર વિધાનસભા મતદાર વિભાગ પુરતુ એક જ વાહનની સંબંધિત ચૂંટણી અધિકારી પોતે અથવા તેમના ઘ્વારા અધિકૃત કરેલ સક્ષમ અધિકારીશ્રી પાસેથી નોંધણી કરાવીને ઉપયોગ કરી શકશે, અને સદરહું વાહનની નોંધણી કરાવ્યાનો આધાર વાહન સાથે રાખવાનો રહેશે.ચૂંટણી એજન્ટ પોતાના ઉપયોગ માટે સમગ્ર વિધાનસભા મતદાન વિભાગ પુરતુ એક જ વાહનની સબંધિત ચૂંટણી અધિકારી પોતે અથવા તેમના દ્વારા અધિકૃત કરેલ સક્ષમ અધિકારીશ્રી પાસેથી નોંધણી કરાવીને ઉપયોગ કરી શકશે. અને સદરહું વાહનની નોંધણી કરાવ્યાનો આધાર વાહન સાથે રાખવાનો રહેશે. એક વધારાનું વાહન પાર્ટીના કાર્યકરો તરીકે અધિકૃત કરેલ ર્થાત માટે વિધાનસભાના મતદાર વિભાગ દીઠ સબંધિત ચૂંટણી અધિકારીશ્રી પાસેથી નોંધણી કરાવીને ઉપયોગ કરી શકશે. અને સદરહું વાહનની નોંધણી કરાવ્યાનો આધાર વાહન સાથે રાખવાનો રહેશે.ખાનગી વ્યક્તિ કે ઉમેદવાર, એજન્ટ, પાર્ટીના સભ્યો વિગેરે ચૂંટણી કામે પરવાનગી વગ૨ના વાહનોનો ઉપયોગ કરી શકશે નહી.

આવા વાહનોની ઓળખ સહેલાઇથી પ્રાર્થાપત થઇ શકે અને ઉમેદવા૨ને બિન જરૂરી અસુવિધા ઉભી ન થાય તે માટે મતદાનના દિવસે ઉપરોકત વિગતેના વાહનો સદ૨ ચુંટણીના ઉમેદવારોએ ચૂંટણી અધિકારીશ્રી અથવા આ કામે તેઓશ્રી ધ્વારા અધિકૃત ક૨વામાં આવેલ હોય તેવા સક્ષમ સત્તાધિકારીશ્રી પાસે નોંધણી કરાવવાના રહેશે, અને નોંધણી કરાવેલ વાહનોના પરમીટ તેઓની પાસેથી મેળવીને વાહનોની ઉ૫૨ સહેલાઇથી દેખાઇ આવે તે રીતે વિન્ડ સ્ક્રીન ઉપરથી ડાબી તરફ ઉપરની બાજુ સહેલાઈથી જોઇ શકાય તેમ લગાવવાના રહેશે. સદરહું ૫૨મીટ લગાવ્યા સિવાય વાહનનો ઉપયોગ કરી શકાશે નહી.આ હુકમનો ભંગ ક૨ના૨ વ્યકિત ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામું તા.૧૦/૧૨/૨૦૨૨ સુધી અમલમાં રહેશે

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other