સોનગઢનાં માડળ ટોલપ્લાઝાના મેનેજરે મહીલા સાથે કરી છેતરપિંડી : પોલીસે ગુનો નોંધ્યો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સોનગઢનાં માડળ ટોલપ્લાઝાના મેનેજરે મહીલા સાથે કરી છેતરપિંડી, છેતરપિંડીની ફરિયાદ અંગે ફરિયાદી મહિલાએ વર્ષ અગાઉ કોર્ટમાં ફરિયાદ કરતા આખરે કોર્ટના હુકમના આધારે સોનગઢ પોલીસ મથકમાં ગુનો નોંધાયો
તાપીના સોનગઢ માંડળ ટોલપ્લાઝાના મેનેજર ઉપેન્દ્રસિંહ ચૌહાણે એક મહીલાને મંથલી પાસ કઢાવી fastag માંથી મુક્તિ આપવાની લાલચ આપી હતી, પાસ કાઢવા છતા એકાઉન્ટમાંથી પૈસા કપાતા કિન્નરીબેન અમિત શાહ દ્વારા સોનગઢ પોલીસ સ્ટેશન ખાતે ટોલપ્લાઝાના મેનેજર સામે છેતરપિંડીની ફરીયાદ આપી હતી. મળતી માહિતી મુજબ કિન્નરીબેન અમિત શાહ રહે. વૃદાવાડી વ્યારા જેઓ રોજના વ્યારા થી સોનગઢ પોતાની ફોરવ્હીલ ગાડી લઈને અપડાઉન કરતા હતા ત્યારે આરોપી ઉપેન્દ્ર ચૈહાણ જે પોતાને માંડળ ટોલપ્લાઝાનો મેનેજર કહી રોજના અપડાઉન કરતી મહિલાને કહેવા લાગ્યો કે તમે રોજના અપડાઉન કરો છો તો એક કામ કરો તમને હું મંથલી પાસ કઢાવી આપીશુ. એવું કહેતા મહિલાએ વિશ્વાસ કરી એને પૈસા આપી પાસ કઢાવી લીધો હતો, છતા ફાસ્ટેગમાંથી પૈસા કપાતા મહિલાએ સોનગઢ પોલીસ મથકે માંડળ ટોલપ્લાઝાના મેનેજર વિરુધ્ધ છેતરપિંડી કરી વિશ્વવાતઘાત કરી કાવતરું રચી ખાતામાંથી પૈસા ઉપાડી લેવા અંગે ફરીયાદ નોંધાવી હતી. જે અગે તપાસ હાથ ધરી સોનગઢ પોલીસે માંડલ ટોલના મેનેજર ઉપેન્દ્ર ચૌહાણ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.