ચુંટણીને લગતા ચોપાનીયા, ભીંતપત્રો, ઝંડીઓ, તોરણ તેમજ અન્ય સાહિત્યના મુદ્રણ પર નિયંત્રણ
(મહિતી બ્યુરો,વ્યારા-તાપી) તા.08 ભારતનાં ચૂંટણી આયોગ દ્વારા વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨નો ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયેલ છે. તે મુજબ આગામી તા.૦૧/૧ર/૨૦૨૨ના રોજ મતદાન યોજાનાર છે. ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ ૨હે તથા મુકત અને ન્યાયી વાતાવ૨ણમાં ચૂંટણી થાય તેમજ ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન લોકોની સલામતી જળવાય તે માટે અને હાલમાં વિધાનસભાની ચુંટણીને અનુલક્ષીને ભારતના ચુંટણી આયોગે બંધા૨ણની કલમ-૩૨૪ મુજબ બહાર પાડેલ ચુંટણી આચારસંહિતાની જોગવાઇઓના અમલ માટે નીચે જણાવ્યા મુજબ પ્રતિબંધ મુકવાની જરૂરીયાત જણાતા ચુંટણીને લગતા ચોપાનીયા, ભીંતપત્રો, ઝંડીઓ, તોરણ તેમજ અન્ય સાહિત્યના મુદ્રણ પર નિયંત્રણ રાખવુ આવશ્યક છે.
આથી તાપી- જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા મેજિસ્ટ્રેટ સુશ્રી, ભાર્ગવી દવેને મળેલ સત્તાની રૂએ કોઈપણ વ્યકિત જેના ૫૨ મુદ્રક અને પ્રકાશકના નામ અને સરનામા ન હોય એવા ચુંટણીને લગતા ચોપાનીયા કે ભીંતપત્રો, હેન્ડબીલ, પ્લેકાર્ડ, ઝંડીઓ, તો૨ણ તેમજ અન્ય સાહિત્ય છાપવા કે પ્રસિધ્ધ. અથવા છપાવી કે પ્રસિધ્ધ કરાવવા પર પ્રતિબંદ ફરમાવે છે.
કોઈપણ વ્યકિત ચુંટણીને લગતા ચોપાનીયા, ભીંતપત્રો, ઝંડીઓ, તોરણ તેમજ અન્ય સાહિત્ય છાપી શકશે નહિ છપાવવાની વ્યવસ્થા કરી શકશે નહી સિવાય કે, તેની હિવાળા અને તેને અંગત રીતે ઓળખતો હોય તેવી વ્યકિતઓએ શાખ કરેલ પ્રકાશકની ઓળખ અંગેના એકરા૨ની બે નકલ તેણે મુદ્રકને આપી હોય, ઉમેદવારો તરફથી પ્રચા૨ માટે હેન્ડબીલ, પ્લેકાર્ડ, પોસ્ટર, ચોપાનીયા, ભીંતપત્રો, ઝંડીઓ, તોરણ તેમજ અન્ય સાહિત્ય વિગેરે સાહિત્ય છાપવામાં આવે ત્યારે જે તે પ્રેસના માલિક કે મુદ્રકે આવા સાહિત્ય ઉ૫૨ પોતાનું નામ મુદ્રકનું નામ – સરનામું તથા છાપેલા સાહિત્યની સંખ્યા લખવાની રહેશે.
લોકપ્રતિનિધિત્વ અર્ધનયમ – ૧૯૫૧ ની કલમ – ૧૨૭ (ક) હેઠળ સાહિત્ય છાપના૨ તેની ૪ (ચા૨) નકલ સબંધિત ચૂંટણી અધિકારીને મોકલી આપવાની રહેશે. તેમજ તે અંગે નિયત જોડાણમાં તે અંગેની લેખિતમાં જાહેરાત ક૨વાની ૨હેશે. આ સુચનાની તમામ પ્રિન્ટીંગ પ્રેસના માલિકો – મુદ્રકોએ ચુસ્તપણે અમલ ક૨વાનો રહેશે.આ જાહેરનામું તા.૧૦/૧૨/૨૦૨૨ સુધી અમલમાં રહેશે. જાહેરનામાનો ભંગ/ઉલ્લંધન કરનાર શિક્ષાને પાત્ર થશે.
000000