નિઝરનાં લક્ષ્મીખેડા ગામે મહિલા ઉપર દાતરડા વડે જીવલેણ હુમલો
(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર): તાપી જિલ્લાના નિઝર તાલુકાના લક્ષ્મીખેડા ગામે એક ઈસમે મહિલાને નાલાયકો ગાળો આપી મારા મારી કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા મામલો નિઝર પોલીસ સ્ટેશનમાં પહોંચ્ચો હતો.
નિઝર પોલીસ સ્ટેશનથી મળતી માહિતી મુજબ નિઝર તાલુકાના લક્ષ્મીખેડા ગામના પટેલ ફળિયામાં રહેતા રમીલાબેન માનસિંગભાઈ વળવી ઘરના આગણામાં ગુરુવારના રોજ શભૂ જેસમીયા વસાવે રહે લક્ષ્મીખેડાનાએ અર્ચનાબેન વિકાસ પાડવીને જઈ કહેવા લાગેલ કે તારા પતિ વિકશે મારી છોકરી કુંજનનો બળાત્કાર કરી જિંદગી ખરાબ કરી નાંખી છે. તેમ છતાં તુ મારી છોકરી કુંજન સાથે કેમ બોલાચાલી અને ઝઘડો કરતી હતી. તેમ કહી શભુભાઈએ અર્ચનાબેનને નાલાયકો ગાળો આપી અને ધક્કોમુક્કો કરી મારામારી તથા શભુભાઈએ દાતરડા વડે અર્ચનાબેનને જમણા હાથની હથેલી તથા આંગડીના ભાગે ગંભીર ઇજા પહોંચાડી હતી. તેમજ અર્ચનાબેનને ડાબા હાથની આંગળીઓ ઉપર તથા કપાળ ઉપર તથા છાતીના ડાબા ભાગે સામાન્ય ઇજા આવી હતી. જયારે રમીલાબેનના પીઠના ભાગે દાતરડા વડે ઇજા પહોંચાડી જાનથી મારી નાખવવાની ધમકી આપી હતી. ત્યારબાદ બંને મહિલાઓને તરતજ ૧૦૮ની મદદથી નિઝર સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યું હતું. સરકારી હોસ્પિટલમાં બંને બહેનોની પ્રાથમિક સારવાર કરવામાં આવી હતી. પરંતુ અર્ચનાબેનને વધુ સારવાર માટે મહારાષ્ટ્રના નંદુરબાર સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. બનાવ અંગે રમીલાબેન વળવીએ નિઝર પોલીસ સ્ટેશન ખાતે શભુ જેસમીયા વસાવેના વિરુદ્ધ ફરિયાદ નોંધવતા પોલીસે ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ psi દેસલે કરી રહ્યા છે.