સુરત-તાપી જિલ્લાના સંયુક્ત ઉપક્રમે અણુવિદ્યુત મથક કાકરાપાર ખાતે ઓફ્સાઇડ ઇમરજન્સી મોકડ્રીલ યોજાઈ

Contact News Publisher

(માહિતી બ્યુરો, વ્યારા-તાપી) તા. ૧૨ :- સુરત-તાપી જિલ્લાના સંયુક્ત ઉપક્રમે અણુવિદ્યુત મથક કાકરાપાર ખાતે તાજેતરમાં આપત્તિ વ્યવસ્થાપન વિભાગ દ્વારા ઓફ્સાઇડ ઇમરજન્સી મોકડ્રીલ યોજાયું હતુ.
પ્લાન્ટ સાઈડ એરિયામાં યુનિટ-1 માંથી રેડીએશન ફેલાયા અંગેની ઇમરજન્સી સર્જાય હતી. સાઇટ એરીયાથી આઉટ ઓફ કંટ્રોલ થતા રેડીએશન પબ્લિક એરિયામાં ફેલાયું હતું. જેની જાણ થતા સુરત અને તાપી જિલ્લા વહીવટી તંત્ર ઈમરજન્સીને કંટ્રોલ કરવા કામે લાગ્યું હતું .

બપોરે ૧૧:૦૦ કલાકે તાપી જિલ્લા કલેકટરશ્રી એચ. કે. વઢવાણીયા દ્વારા પબ્લિક એરિયામાં રેડીએશન ફેલાતા ઓફસેટ ઇમરજન્સી જાહેર કરાતું જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું હતું. ઈમરજન્સીજ અંગે જાણ થતા જ તાપીજીલ્લા ડિઝાસ્ટર મેનેજર તંત્ર કંટ્રોલરૂમ ખાતે હાજર રહી તમામ સંબંધિત વિગતોને એલર્ટ કરી કંટ્રોલરૂમ ખાતે હાજર રહી તમામ સબંધિત વિગતોને એલર્ટ કરી દેવામાં આવ્યા હતા. તાપી પોલીસ વિભાગ દ્વારા ઉચ્છલ ટ્રાફિક કંટ્રોલ ડાયવર્ઝન કરવામાં આવ્યું હતું.

આ વેળાએ વ્યારા કંટ્રોલ રૂમ ખાતે કલેકટરશ્રીના કાર્યક્ષેત્ર હેઠળના નાયબ કલેકટરશ્રી તૃપ્તિ પટેલ હાજર રહી તમામ ઇમરજન્સીઓને પહોંચી વળવા સુરત જિલ્લા સાથે પરામર્શ કરી રક્ષણાત્મક પગલાં લેવામાં આવ્યા હતા.

ઇમરજન્સી દરમિયાન પ્લાન્ટ એરિયાથી ત્રિજ્યા આકારના વિસ્તારના સેક્ટર એ, બી અને પી સેક્ટરના વરેઠ,ઘંટોલી,ઉંચામાળા,કાકરાપાર અસરગ્રસ્ત થયેલા ગામો માંડવી તાલુકામાં આવેલા છે એ ગામોમાં સુરત જિલ્લા દ્વારા એક્શન લેવામાં આવ્યું હતું.જયારે તાપી જિલ્લાના કોઈપણ ગામ કે વિસ્તારમાં રેડીએશન ફેલાયેલ ન હતું

ઈમરજન્સી દરમિયાન આરોગ્ય વિભાગ પોલીસ વિભાગ માહિતી વિભાગ,રેવન્યુ વિભાગ, ડીજીવીસીએલ તથા વિવિધ સંબધિત વિભાગો દ્વારા ભાગ લઈ ઇમર્જન્સીને કંટ્રોલ કરવામાં આવી હતી.

કલેકટરશ્રી એચ.કે.વઢવાણીયા દ્વારા ઈમરજન્સી દરમિયાન કંટ્રોલ રૂમ પર હાજરી આપી ઈમરજન્સીને પહોંચી વળવા વ્યુવહાત્મક પગલાં લઈ પરિસ્થિતિને કાબુ લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.ઇમર્જન્સીને સાંજે ૧૭:૪૫ કલાકે સંપૂર્ણ પરિસ્થિતિને કંટ્રોલ જાહેર કરી મોકડ્રીલ સફળતાપૂર્વક પૂર્ણ કરાઈ હતી.
00000

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *