ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ તેમજ આદિવાસી સમાજ તાલુકા વઘઈ દ્વારા અનંત પટેલ ઉપર થયેલ હુમલાના વિરુદ્ધમાં આવેદન પત્ર આપી ધરણા પ્રદર્શન
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ તેમજ આદિવાસી સમાજ તાલુકા વઘઈ દ્વારા આદિવાસી ધારાસભ્ય અનંત પટેલ ઉપર થયેલ જાનલેવા હુમલાના વિરુદ્ધમાં ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા તેમજ વઘઈ ખાતે આવેદન પત્ર આપી ધરણા પ્રદર્શન તેમજ રેલી કાઢવામાં આવી.
લોકશાહી ની નિર્મમ હત્યા કેહવાય એવી ઘટના સ્વરૂપ ખેર ગામ ખાતે આદિવાસી નેતા ધારાસભ્ય અનંત પટેલ થયેલ જીવલેણ હુમલો સમગ્ર આદિવાસી વિસ્તાર માં ખુબ જ આઘાતજનક માહોલ ઊભો કરી દિધો હતો, સમગ્ર આદિવાસી વિસ્તાર પોતાના નેતા અનંત પટેલ ઉપર થયેલ જીવલેણ હુમલા માં ગણતરી ના મિનિટો માં સમગ્ર આદીવાસી સમાજ અને અનંત ભાઈ ના સમર્થકો રસ્તા માં ઉતરી આવ્યા હતાં.
ત્યારે ડાંગ જીલ્લા ના આહવા તેમજ વઘઈ ખાતે તારીખ 10/10/2022 સોમવાર ના રોજ મોટી સંખ્યા માં આદિવાસી સમાજ ના કોંગ્રેસ કાર્યકર્તા ગાંધીજી ની પ્રતિમા ને ફૂલહાર કરી. ધરણા યોજ્યા હતા. ત્યાર બાદ પગપાળા કરી કચેરી ખાતે જઈ. અનંત ભાઈ ઉપર થયેલ હુમલો આદિવાસી સમાજ ઉપર થયેલ હુમલા ના વિરુદ્ધ માં. ગુંડા તત્વો વિરૂદ્ધ કડક માં કડક સજા થાય ત્વરિત ધરપકડ થાય અને બીજી વાર આવી આદિવાસી વિસ્તાર માં શાંતિ ના ડોહળાય જે બાબતે આવેદન પત્ર સુપરત કરવામાં આવ્યુ હતું.સમગ્ર કાર્યક્રમ જિલ્લા કોંગ્રેસ ના પ્રમુખ મોતીલાલ ચૌધરી,સ્નેહલ ઠાકરે,ગમન ભોંયે ,મોહન ભોંયે,મુકેશ પટેલ,ગમજુ ભાઈ,તુષાર કામડી,રાકેશ પવાર,રાજુ ગામીત કોસીમદા,નીતિન ખાતળ ,જિલ્લાસદસ્ય ગીતાબેન,કિશોરીબેન વઘઇ સરપંચ શ્રીમતી સીન્દુબેન ભોંયે,રવિરાજ છગન્યા મોટી સંખ્યા માં યુવાનો ભાઈયો બહેનો હાજર રહ્યા હતા