ઉચ્છલ તાલુકાના “માં દેવમોગરા” સરકારી વિનયન કોલેજ ખાતે “વાલ્મિકી કૃત રામાયણની સામ્પ્રત સમયમાં ઉપયોગિતા” વિષય પર વ્યાખ્યાન કાર્યક્રમ યોજાયો
(માહિતી બ્યુરો,વ્યારા-તાપી) તા. 11 તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકા સ્થિત મા દેવમોગરા સરકારી વિનયન કોલેજના સંસ્કૃત વિભાગ તથા અખિલ ભારતીય સાહિત્ય પરિષદ તાપી એકમના સંયુક્ત ઉપક્રમે મહર્ષિ વાલ્મિકી જયંતિ નિમિત્તે આયોજિત “વાલ્મિકી કૃત રામાયણની સામ્પ્રત સમયમાં ઉપયોગિતા” વિષય પર વ્યાખ્યાન યોજાયું હતું.
આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે શ્રી મેરુભાઈ એચ. વાઢેર અને અતિથિ વિશેષ તરીકે શ્રી ડૉ. ભરતભાઈ ઠાકોર ગુજરાતી વિભાગ તથા અખિલ ભારતીય સાહિત્ય પરિષદ ગુજરાત પ્રાતં મહામંત્રીશ્રી પણ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમનું સંચાલન સંસ્કૃત વિભાગ, “માં દેવમોગરા” સરકારી વિનયન કોલેજ ઉચ્છલના પ્રા. ડૉ. જશુબેન એમ.પરમારે કર્યું હતું. આભારવિધિ ગુજરાતી વિભાગના અધ્યક્ષશ્રી ભાણિયાભાઈ ડી. ગામીતે કરી હતી. વ્યાખ્યાન કાર્યક્રમમાં કોલેજના વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ ખૂબ જ પ્રેરક અને સુંદર રહ્યો હતો.
000000000000