ઓલપાડ તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓમાં સત્રાંત પરીક્ષાનો પ્રારંભ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, સુરત)  : જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત ઓલપાડ તાલુકાની 110 પ્રાથમિક શાળાઓમાં આજરોજ નિયત સમયપત્રક મુજબ સત્રાંત પરીક્ષાનો પ્રારંભ થયો હતો.
તાલુકાની પ્રાથમિક શાળાઓમાં ધોરણ 3 થી 8 માં અભ્યાસ કરતાં અંદાજિત 7000 જેટલાં વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી હતી. તાલુકાનાં બી.આર.સી. કો-ઓર્ડિનેટર કિરીટભાઈ પટેલ તેમજ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવભાઈ પટેલ તથા મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકોરે સૌ બાળકોને પરીક્ષાની હાર્દિક શુભેચ્છા હતી. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other