વ્યારાના ડોલારા ખાતે આંખ નિદાન કેમ્પમાં ૧૫૮ દર્દીઓ પૈકી ૨૭ને વિના મૂલ્યે ઓપરેશન
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૯-૧૦-૨૦૨૨ના રોજ દિવ્ય જ્યોતિ ટ્રસ્ટ માંડવી અને આંબીયા ગામના ડૉ.નિલેશ ચૌધરી દ્વારા આયોજીત આંખ નિદાન અને સારવાર કેમ્પ વ્યારા તાલુકાના ડોલારા ગામે બ્રધરન હાઈસ્કૂલના પરિસરમાં યોજાયેલ કેમ્પમાં ૮૩ દર્દીઓને વિના મૂલ્યે ચશ્મા વિતરણ તથા ૨૮ને વિવિધ આંખ રોગોના ઓપરેશન તથા ૨૭ને દવા વિતરણ ૯ દર્દીઓને અન્ય સારવાર માટે રેફરલ કરી ૧૫૮ દર્દીઓએ લાભ લીધો હતો.
આ વિના મૂલ્યે કેમ્પનુ ઉદઘાટન ડોલારા ગામના સરપંચ શ્રીમતિ અતિલાબેન ગામીતના અધ્યક્ષપણા હેઠળ યોજાયેલા કેમ્પમાં આજુબાજુના ગામોના બહુલ આદિવાસી અને ગરીબ દર્દીઓ પૈકી ૧૫૮નુ સ્કીનીંગ કરી તમામ દર્દીઓને ચશ્મા વિતરણ વિના તથા અન્ય ખર્ચ દિવ્ય જ્યોતિ ટ્રસ્ટમાં દાન આપી દર્દીઓને તમામ સેવાઓ મૂલ્યે ડૉ.નિલેશ ચૌધરી દ્વારા સેવા પુરી પાડવામાં આવી હતી.
આ ઉપરાંત નવ દર્દીઓને અન્ય બીમારી માટે માંડવીની દિવ્ય જ્યોતિ ટ્રસ્ટ સંચાલિત તેજસ આંખની હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા હતા.
આ કેમ્પમાં આજુ બાજુના ગામોના મોતિયા,વેલ,નાસુર, આંખ લાલ થતી હોય,દુખતી હોય,આંખે ઝાંખપ આવતી હોય તેવા જરૂરિયાત દર્દી લોકોને લાભ આપવામાં આવ્યો હતો. આ કેમ્પમાં સંપુર્ણ વ્યવસ્થા તાપી જીલ્લા પંચાયત કર્મચારી સંઘ વ્યારા તથા તાપી જીલ્લા આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખ સુરેશભાઈ ગામીત દ્વારા સફળ સંચાલન કરવામાં આવ્યુ હતુ.