કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી મુકેશપટેલના અધ્યક્ષ સ્થાને તાપી જિલ્લા સભાખંડ ખાતે “ન્યુ ગુજરાત પેટર્ન” આયોજન વર્ષે 2020-21 અને 2021-2022 અને 2022-23 ના કામોની સમીક્ષા બેઠક યોજાઇ
“GEM પોર્ટલ ઉપર રજિસ્ટર થયેલ એજન્સીઓ જો વ્યવસ્થિત કામગીરી ના કરે તો તેને બ્લેક લિસ્ટ કરવા જરૂરી:” કૃષિ,ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી મુકેશપટેલ
……………..
માહિતી બ્યુરો, વ્યારા-તાપી તા. 07 તાપી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કૃષિ ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી મુકેશપટેલના અધ્યક્ષ સ્થાને તથા જિલ્લા કલેક્ટરશ્રી એચ.કે.વઢવાણીયા તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડિયાની ઉપસ્થિતીમાં “ન્યુ ગુજરાત પેટર્ન” આયોજન વર્ષે ૨૦૨૦-૨૧ના જુના કામો અને ૨૦૨૧-૨૨ તથા ચાલુ વર્ષ ૨૦૨૨-૨૩ આદિજાતી વિકાસ વિભાગના બોર્ડર વિલેજ,આદિમ જુથ સહિત હળપતિની છ જેટલી પાયાની સુવિધાના કામોની સમીક્ષા બેઠક યોજાઇ હતી.
આ બેઠક પ્રભારીમંત્રીશ્રી મુકેશ પટેલ જણાવ્યું હતું કે, આગામી ટુંક સમયમાં ગુજરાત વિધાનસભાની
ચુંટ્ણી આવતી હોવાથી જુના કામો પૂર્ણ કરવા અને સહાય-સાધન ખરીદીના કામોમાં સમય ન લાગે તેવુ આયોજન કરી 2021-22 ના કામોના ટાર્ગેટને પ્રોસેશમાં લાવી તાત્કાલીક પણે પુર્ણ કરવા જણાવ્યંક હતું. ચાલુ વર્ષ 2022-23 ના બાકીના કામોની મંજુરી સહિતની દરખાસ્તો અને બાકી રહેલા કામો કયા કારણસર વિલંબે છે તે અંગેની ચર્ચા કરવામા આવી હતી.
વધુમા પ્રભારી મંત્રીશ્રીએ સંબધિત અધિકારીઓને જણાવ્યું હતું કે, પૂર્ણ થયેલા કામોની તમામ વિગતો જેમાં લાભાર્થીના ફોટો સહિત વિવિધ કાગળો તૈયાર કરવામાં ચુક ના થાય તે માટે જણાવ્યું હતું. વધુમાં તેમણે એવા કામો જે GEM પોર્ટલ ઉપર ઉપલબ્ધ નથી તે અંગે સરકારશ્રીને જાણકરવા જરૂરી દરખાસ્ત કરવા તથા જે એજન્સીઓ વ્યવસ્થિત કામગીરી ના કરે તેને બ્લેક લિસ્ટ કરવા અધિકારીઓને જણાવ્યું હતું.
જિલ્લા કલેકટરશ્રી એચ.કે.વઢવાણીયાએ જણાવ્યું હતું કે, ચુંટણી પહેલા વહીવટી મંજુરી આપવામાં આવશે તો જ કામોને સરૂ કરાવી શકાશે. તેથી તમામ અધિકારીશ્રીઓને વહેલી તકે તમામ પ્રગતિના કામો પુર્ણ કરવા તથા બાકી રહેલા કામોને પ્રગતિ હેઠળ લાવવા સુચનો કર્યા હતા.
તેમજ વધુમા કલેકટરશ્રી આગામી 14 ઓક્ટોબરે 14 આદિવાસી જિલ્લાઓના ગરીબ કલ્યાણ મેળાનો વ્યારા ખાતેથી ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાનેથી પ્રારંભ કરવામા આવનાર છે તેના સંબંધિત સુચારું આયોજનની રુપરેખા વિશે પ્રભારીમંત્રીશ્રી મુકેશ પટેલ તથા ઉપસ્થિત સૌ અધિકારી મિત્રો સાથે ચર્ચા કરી હતી.
આ સમગ્ર બેઠકનું સંચાલન પ્રાયોજના વહિવટદાર સુશ્રી અંકિતા પરમારે કર્યું હતુ અને તેમણે તમામ અધિકારીશ્રીઓને સમયસર વહિવટી રિપોર્ટ મોકલવા અને દરેક કામોની એન્ટ્રી કરવા ખાસ અનુરોધ કર્યો હતો.
આ સમીક્ષા બેઠકમાં નાયબ વનસંરક્ષક અધિકારીશ્રી આંનદ કુમાર, ડીવાયએસપીશ્રી, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીશ્રી ડો.પાઉલ વસાવા, ખેતીવાડી અધિકારીશ્રી ચેતન ગરસિયા, સહિત વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ/કર્મચારીશ્રીઓ હાજર રહ્યા હતા.
000000000000