તાપી જિલ્લામાં આગમી 25મી ઓક્ટોબરે તાલુકા “સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” યોજાશે

Contact News Publisher

ફરિયાદ નિવારણ કાર્યક્રમ માટે તા.૧૦મી ઓક્ટોબર સુધીમાં અરજીઓ મોકલી આપવી
………….
માહિતી બ્યુરો, વ્યારા-તાપી ૦6: સમગ્ર રાજ્યમાં મુખ્યમંત્રીશ્રીના અભિગમ દ્વારા પ્રજાના પ્રશ્નોનો ઉકેલ લાવવા માટેનો જિલ્લા કક્ષા અને તાલુકા કક્ષાના “સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” નું આયોજન કરવામાં આવેલ છે. જે અન્વયે તાપી જિલ્લામા ઓક્ટોબર -૨૦૨૨નો “તાલુકા સ્વાગત કાર્યક્રમ આગામી તા.25-10-2022, બુધવારના રોજ સવારે ૧૧ કલાકે યોજાશે.
જેમાં ઉચ્છલ તાલુકામાં કલેક્ટરશ્રી એચ.કે.વઢવણિયાના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી ઉચ્છલ ખાતે સવારે-૧૧ કલાકે યોજાશેખાતે તાલુકા સ્વાગત કાર્યક્ર્મ યોજાશે, સોનગઢમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડિયાના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી સોનગઢ ખાતે તાલુકા સ્વાગત કાર્યક્ર્મ યોજાશે. વ્યારા તાલુકામાં પોલીસ અધિક્ષક્શ્રી,તાપીના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી,વ્યારા, કુકમુંડામાં ડાયરેકટરશ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી,તાપીના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી કુકરમુંડા ખાતે, વાલોડ તાલુકામાં જિલ્લા પ્રાયોજન વહિવટદારશ્રી સોનગઢના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી વાલોડ ખાતે, ડોલવણ તાલુકામાં પ્રાંત અધિકારીશ્રી,વ્યારાના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી ડોલવણ ખાતે તથા નિઝર તાલુકામાં પ્રાંત અધિકારીશ્રી,નિઝરના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી નિઝર ખાતે તાલુકા સ્વાગત કાર્યક્ર્મ યોજાશે.
આ કાર્યક્રમમાં અરજદારો પ્રશ્નો અંગે સંબંધિત કચેરી અને અધિકારીનો સંપર્ક કરવા છતાં અને નિયમિનુસાર તમામ કાર્યવાહી અનુસરવા છતા નિવેડો ન આવેલ હોય તેવી સમસ્યાઓ/પ્રશ્નોની અરજીઓ આગામી તા.10/10/૨૦૨૨ સુધીમાં તાલુકા મામલતદારશ્રીને સમય મર્યાદામાં સંબંધિત કચેરીમાં મોકલી આપવાની રહેશે, એમ જિલ્લા કલેકટરશ્રી, તાપીની અખબારી યાદી દ્વારા જણાવાયું છે.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *