તાપી જિલ્લામાં “સ્વચ્છતા હી સેવા” ના ભાગરૂપે વિવિધ 30 ગામોની શાળાઓમાં સ્વચ્છતાલક્ષી નાટકના કાર્યક્રમો થયા
માહિતી બ્યુરો, વ્યારા-તાપી તા. 04: સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના અંતર્ગત “સ્વછતા હી સેવા” દેશ વ્યાપી ઝુંબેશ ચાલી રહ્યો છે ત્યારે તાપી જિલ્લાના વિવિધ 30 જેટલા ગામોની શાળાઓમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તાપી અંતર્ગત કાર્યરત સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ દ્વારા નાટકના કાર્યક્રમોનું આયોજન કરવામાં હતું જેના ભાગરૂપે તાજેતરમાં ડોલવણ તાલુકાના પીપલવાડા ગામમાં, વાલોડ તાલુકાના ગોડધા, અંબાચ, વિરપોર, વ્યારાના ભાતપોર, ચિખલી, તાડ્કુવા, ખોડતલાવ, લખાલી, કરંજવેલ ,રામકુવા,જેવા વિવિધ ગામોની શાળાઓમાં સ્વછતાલક્ષી નાટકના કાર્યક્રમો થયા હતા.જેમાં રૂદ્ર સોશીયલ ટ્ર્સ્ટ દ્વારા સ્વચ્છ ગામ, પ્લાસ્ટિકનો ઉપયોગ બંદ જેવા જેવા મુદ્દાઓ પર નાટક રજુ કરી બાળકોને સ્વચ્છતાલાક્ષી સંદેશો આપી બાળકો અને ગ્રામ જનોને જાગૃત કરવામાં આવ્યા હતા.
0000000