‘આંતરરાષ્ટ્રીય વરિષ્ઠ વ્યક્તિ’ દિન નિમિત્તે ડાંગ જિલ્લાના વરિષ્ઠ મતદારોનુ અભિવાદન કરાયુ

Contact News Publisher

(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : તા: ૩: ‘આંતરરાષ્ટ્રીય વરિષ્ઠ વ્યક્તિ દિન’ નિમિત્તે ડાંગ જિલ્લાના ચૂંટણી તંત્રના ઉચ્ચાધિકારીઓએ જિલ્લાના ત્રણેય તાલુકાઓના વરિષ્ઠ મતદાતાઓના ઘરે પહોંચી, લોકશાહીના જતન સંવર્ધન માટે તેમણે આપેલા અમૂલ્ય યોગદાન બદલ તેમને સન્માનપત્ર આપી અભિવાદન કર્યુ હતુ.

ડાંગ જિલ્લામા સમાવિષ્ટ ૧૭૩-ડાંગ (અ.જ.જા.) વિધાનસભા મતદાર વિભાગના જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી ભાવિન પંડયા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી એસ.ડી.ચૌધરી, ચૂંટણી અધિકારી શ્રી આર.એમ.જાલંધરા, ચૂંટણી મામલતદાર શ્રી મેહુલ ભરવાડ, મદદનીશ ચૂંટણી અધિકારી અને મામલતદારો સર્વશ્રી યુ.વી.પટેલ-આહવા, એમ.આર.ચૌધરી-વઘઇ, અને વી.બી.દરજી-સુબિર દ્વારા ૮૦ વર્ષ કે તેથી વધુ વય ધરાવતા વયોવૃદ્ધ મતદારોના નિવાસ સ્થાને પહોંચી, તેમને ચૂંટણી પ્રક્રિયામા સતત ઉત્સાહથી આપેલા યોગદાન બદલ બિરદાવી, શુભેચ્છાપત્ર આપવામા આવેલ હતા.

ઉચ્ચાધિકારીઓએ તેમની આ મુલાકાત દરમિયાન ચૂંટણી પંચ દ્વારા ઉપલબ્ધ કરાવાયેલી વ્હીલચેર, રેમ્પ, સ્વયંસેવકો, PwD એપ જેવી નિ:શુલ્ક સેવાઓથી સૌને માહિતગાર કરાયા હતા. ચૂંટણીમા લોકભાગીદારી વધે તથા આવા મતદારો કોઈ પણ જાતના કસ્ટ વિના તેમનો કિંમતી મત આપી શકે તે માટે, ફોર્મ ૧૨-ડી ભરવા અંગેની સવલતથી પણ તેમને માહિતગાર કરાયા હતા.

મતદારલક્ષી વિવિધ સાધન સુવિધાઓનો મહત્તમ લાભ લઈ મત આપવા માટે સૌને પ્રેરિત કરવા, તથા યુવા વર્ગ માટે સુદૃઢ દ્રષ્ટાંત પૂરુ પાડવા માટે પણ તમામ વરિષ્ઠ મતદારોને આ અધિકારીઓએ અપીલ કરી હતી.

ઉલ્લેખનિય છે કે, આ અધિકારીઓએ ૧૭૩-ડાંગ (અ.જ.જા.) વિધાનસભા મતદાર વિભાગના ભાગ નંબર ૧૨૮-નડગખાદી, ૧૭૨-ભીસ્યા, ૨૬૧-સાકરપાતળ, અને ૭૧-પીપલદહાડમા સમાવિષ્ટ વરિષ્ઠ મતદારોને મળીને તેમના યોગદાનની સરાહના કરી હતી.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *